IND vs ENG Test 4th Day Stumps: રૂટ અને બેયરસ્ટોએ બાજી સંભાળી, ઈંગ્લેન્ડને જીત માટે 119 રનની જરુર..
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી બીજા દાવમાં 125 રન બનાવ્યા હતા.
જો રુટ અને જોની બેયરસ્ટોએ ઈંગ્લેન્ડની બાજી સંભાળી લીધી છે. ચોથા દિવસના અંતે જો રુટ 76 રન અને જોની બેયરસ્ટો 73 રન સાથે રમતમાં છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાને 260 રન પર પહોંચી ગયો છે. હવે ઈંગ્લેન્ડને જીત માટે 118 રનની જરુર છે.
25મી ઓવરમાં ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી છે. ઓપનિંગ કરવા ઉતરેલો એકેક્સ લેસ 56 રન બનાવી રન આઉટ થયો હતો. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 110 રન પર 3 વિકેટ.
ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી, ઓલી પોપ શૂન્યમાં આઉટ થયો છે. જસપ્રિત બુમરાહે બારતને બીજી સફળતા અપાવી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 108 રન પર 2 વિકેટ.
ઓપનર બેટ્સમેન જેક ક્રોવલેને બુમરાહે આઉટ કર્યો છે. જેકે 46 રન બનાવ્યા છે. આ સાથે ભારતને પહેલી સફળતા મળી છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 107 રન પર 1 વિકેટ
ઈંગ્લેન્ડના ઓપનર્સની એલેક્સ લેસ અને જેક ક્રોવલેની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 20 ઓવરમાં 100 રને પહોંચી ગયો છે.
ઓપનર બેટ્સમેન એલેક્સ લેસે પોતાનું અર્ધશતક પુર્ણ કર્યું છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 16 ઓવરમાં 76 રન, 0 વિકેટ.
ઈંગ્લેન્ડના ઓપનર્સની એલેક્સ લેસ અને જેક ક્રોવલેની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 12 ઓવરમાં 62 રને પહોંચી ગયો છે.
જસપ્રિત બુમરાહ 7 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે ભારતે કુલ 245 રન બનાવી ઓલ આઉટ થયું છે. ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ભારતની 9મી વિકેટ પડી જાડેજા 23 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર 236 રન પર 9 વિકેટ. ભારતની લીડ 368 રન પર પહોંચી. હાલ બુમરાહ અને મોહમ્મદ સિરાજ રમી રહ્યા છે.
મોહમ્મદ શમી 13 રન બનાવી આઉટ થયો. ભારતનો સ્કોર 231 રન પર 8 વિકેટ. હાલ જાડેજા અને બુમરાહ રમી રહ્યા છે.
શાર્દૂલ ઠાકુર 4 રન બનાવીને આઉટ થયો છે. હાલ રવિન્દ્ર જાડેજા 9 રન અને મોહમ્મદ શમી 1 રન સાથે રમતમાં છે. ભારતનો સ્કોર 209 રને 7 વિકેટ.
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો લાગ્યો છે. ઋષભ પંત 57 રન બનાવી લીચના બોલ પર કેચ આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર 198 રન પર 6 વિકેટ. ભારતની હાલ 330 રનની લીડ છે.
ભારતની પાંચમી વિકેટ પડી ગઈ છે. શ્રેયસ અય્યર પોટ્સના બોલ પર 19 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર 190 રન પર 5 વિકેટ
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પોતાનું અર્ધશતક પૂર્ણ કરી લીધું છે. પંતે 76 બોલમાં 7 ચોક્કા સાથે 52 રન બનાવી લીધા છે. હાલ ભારતનો સ્કોર 184 રન પર 4 વિકેટ. પંત અને અય્યર રમતમાં
ભારતની ચોથી વિકેટ પડી ગઈ છે. ચેતેશ્વર પુજારા બોર્ડના બોલ પર 66 રન બનાવી કેચ આઉટ થયો છે. હાલ ભારતનો સ્કોર 153 રન પર 4 વિકેટ. હાલ ઋષભ પંત અને શ્રેયસ અય્યર રમી રહ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. અત્યારે ભારતની બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંત બેટિંગ કરી રહ્યા છે. પુજારા 61 રન અને પંત 38 રન સાથે રમતમાં. ભારતનો સ્કોર 147 રન પર 3 વિકેટ.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામ ટેસ્ટના ચોથા દિવસની શરૂઆત થઈ ગઈ છે. મેચના ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બીજા દાવમાં 3 વિકેટના નુકસાને 125 રન બનાવ્યા હતા. ભારતને કુલ 257 રનની લીડ મળી હતી. હવે ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.
બ્રેકગ્રાઉન્ડ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી બીજા દાવમાં 125 રન બનાવ્યા હતા. ભારત પાસે 257 રનની લીડ છે. તેણે ત્રણ વિકેટ પણ ગુમાવી છે. ચેતેશ્વર પૂજારાએ બીજા દાવમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે ઋષભ પંત 30 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ અને બેન સ્ટોક્સે એક-એક વિકેટ લીધી હતી. ચોથા દિવસની રમત શરુ થઈ ત્યારે પંત અને પુજારા રમી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -