જોકે, બૉલિંગથી કમાલ કરનારા અક્ષરને મેન ઓફ ધ મેચ મળ્યો હોવા છતાં ખુશ નથી, કેમકે તેને મેચ બાદ કહ્યું કે તે બૉલની સાથે બેટથી પણ કમાલ કરી શકતો તો તે વધુ ખુશ થતો.
અક્ષર પટેલને આ સીરીઝમાં રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, અક્ષરે કહ્યું- જ્યારે આવુ પરફોર્મન્સ થાય છે ત્યારે ખુશી થાય છે, હાલ હું મારુ આ ફોર્મ આગળ પણ ચાલુ રાખવા પ્રયાસ કરીશ. મને ખુશી છે કે હું બૉલથી જબરદસ્ત પરફોર્મ કરી શક્યો, પરંતુ જો બૉલિંગની સાથે સાથે બેટિંગથી પણ ટીમને યોગદાન આપવામાં સફળ રહ્યો હોય તો વધુ સારુ થતુ. હુ આને સકારાત્મક રીતે લઇ રહ્યો છું.
અક્ષર પટેલે ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેને ચાર ઇનિંગોમાં 18 વિકેટ ઝડપી હતી. જોકે, અક્ષરે હજુ જાડેજાની જેમ બેટિંગમાં કમાલ બતાવવાનો બાકી છે.