સામાન્ય રીતે હાલમાં ક્રિકેટ મેચોમાં બૉલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ છે, પરંતુ ડેનાઇટ ટેસ્ટમાં પ્રથમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે બેન સ્ટૉક્સે પિન્ક બૉલ પર લાગ લગાવી હતી, જોકે આ મામલે એમ્પાયરે તેને કડક ચેતાવણી આપી દીધી હતી.
(પ્રતિકાત્મક તસવીર)
ઘટના મેચની 12મી ઓવરમાં બની જ્યારે બૉલ ફિલ્ડર બેન સ્ટૉક્સના હાથમાં પહોંચ્યો હતો, આ દરમિયાન બેન સ્ટૉક્સ પિન્ક બૉલ પર લાળ લગાવીને ચમકાવવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ ફિલ્ડ એમ્પાયરને આ વાતની જાણ થઇ ગઇ અને તેને મેચ થોડોક સમય માટે રોકાવીને બેન સ્ટૉક્સને તતડાવી નાંખ્યો હતો, અને ફરીથી આવુ ના કરવા ચેતાવણી આપી દીધી હતી. બાદમાં બૉલને ફરીથી સેનેટાઇઝ કરવામાં આવ્યો અને મેચ શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનમાં આઇસીસીએ કૉવિડ મહામારીના કારણે બૉલને ચમકાવવા માટે લાળ લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
આઇસીસીના કૉવિડ-19 દિશાનિર્દેશો અંતર્ગત એક ટીમને પ્રત્યેક ઇનિંગમાં બે વાર ચેતાવણી આપી શકાય છે, પરંતુ બૉલ પર એકવાર લાળ લગાવથી પાંચ રનની પેનલ્ટી લાગશે, જે બેટિંગ કરી રહેલી ટીમને મળશે.