ઋષભ પંતની આક્રમક બેટિંગ પર પુજારાએ સલાહ આપતા કહ્યું કે, તેને પરિસ્થિતિઓને સૌથી ઉપર રાખીને બેટિંગમાં શૉટની પસંદગી કરવી જોઇએ, સમજદાર બનવુ જોઇએ, વધુ પડતી ફટકાબાજી ના કરવી જોઇએ.
પુજારાએ કહ્યું- આ પંતની નેચરલ બેટિંગ છે, એટલે તેને વધુ રોકી નથી શકાતી. તે બુહ રક્ષાત્મક નથી થઇ શકતો, કેમકે આમ કરવાથી તે વધુ ઝડપથી આઉટ થઇ શકે છે. આ આક્રમક બેટિંગ તેની રમત માટે સારી છે કે તે પોતાના શૉટ ફટકારતો રહે, પરંતુ ક્યારેક ક્યારેક તેને બહુ સમજી વિચારીને શૉટ ફટકારવા જોઇએ.
રક્ષાત્મક બેટિંગના દિગ્ગજ બેટ્સમેન પુજારાએ કહ્યું- પંતને એ સમજવાની જરૂર છે કે કયો શૉટ રમવાનો છે, અને કયો શૉટ નથી રમવાનો. તેને એ સમજવાની જરૂર છે કે પરિસ્થિતિઓ પ્રમાણે ક્રિઝ પર તેની જરૂરિયાત છે. વસ્તુઓને સંતુલિત કરવી તેના માટે સૌથી મહત્વપૂર્ણ છે.
નોંધનીય છે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઋષભ પંતે ફરી એકવાર તાબડતોડ વનડે સ્ટાઇલમાં બેટિંગ કરી હતી, પંતે માત્ર 88 બૉલમાં 91 રનની ઇનિંગ રમી હતી, જેમાં ફટકાબાજી કરીને તેને 5 છગ્ગા અને 9 ચોગ્ગા માર્યા હતા.