IND vs ENG: પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવી 119 રન બનાવી લીધા છે. રોરી બર્ન્સને અશ્વિને બીજી ઈનિંગના પ્રથમ બોલ પર જ આઉટ કર્યો હતો. જે બાદ સિબલી 16 રનના અંતગ સ્કોર પર અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. રૂટ 40 રન  બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો.


ઈંગ્લેન્ડે ન કર્યુ ફોલોઓન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડને 241 રનની તોતિંગ લીડ મળી હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો નહોતો. વોશિંગ્ટન સુંદર 85 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેસે 4, જેલ લીચ, જેમ્સ એન્ડરસન અને જોફ્રા આર્ચરે 2-2 વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે અશ્વિનની વિકેટ પડવાની સાથે જ ભારત જલદીથી ઓલઆઉટ થઈ જશે તે નિશ્ચિત થઈ ગયું હતું. અશ્વિન અને સુંદરે સાતમી વિકેટ માટે 80 રન ઉમેર્યા હતા. આ પાર્ટનરશિપને જેક લીચે તોડી હતી. ભારતે આજે 80 રન ઉમેરીને 4 વિકેટ ગુમાવી હતી.



કેવો રહ્યો ત્રીજો દિવસ

ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. વૉશિંગટન સુંદર 33 રન અને આર. અશ્વિન 8 રને રમતમાં હતા. રિષભ પંતે 91, ચેતેશ્વર પુજારાએ 73 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 6 રન, શુભમન ગિલ 29 રન, વિરાટ કોહલી 11 રન, રહાણે 1 રન બનાવી આઉટ થયા હતા. જોફ્રા આર્ચરે 2 અને બેસે 4 વિકેટ ઝડપી હતી.

ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 578 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 218 રન, સિબલેએ 87 રન, સ્ટોકેસે 82 રન બનાવ્યા હતા. ઈશાંત શર્મા અને નદીમને 2-2, બુમરાહ-અશ્વિનને 3-3 સફળતા મળી હતી.



ભારતીય ટીમ

શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ

ઇંગ્લેન્ડની ટીમ

રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનાથી દુઃખી થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, કરી મોટી જાહેરાત

WI v BAN: વિન્ડિઝના આ બેટ્સમેને ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ મચાવી ધમાલ, બન્યા અનેક રેકોર્ડ