IND vs ENG: ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. 78 બોલનો સામનો કરીને તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બેન સ્ટોક્સ 47 રન બનાવીને આઉટ થયો હતો. બેયરસ્ટોએ 25 રનનું યોગદાન આપ્યું હતું. હાર્ટલી 21 રન બનાવીને આઉટ થયો હતો.
બુમરાહે ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી અને 6 વિકેટ લીધી. તેણે 15.5 ઓવરમાં 45 રન આપ્યા હતા. જ્યારે કુલદીપ યાદવે 17 ઓવરમાં 71 રન આપીને 3 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.
ઇંગ્લિશ બેટ્સમેનો જસપ્રિત બુમરાહ સામે ઘૂંટણિયે
આ પહેલા ભારતીય દાવ 396 રન સુધી સીમિત રહ્યો હતો. જવાબમાં બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટ અને જેક ક્રાઉલીએ પ્રથમ વિકેટ માટે 59 રન જોડ્યા હતા. બેન ડકેટે 21 રન બનાવ્યા હતા. આ પછી 114 રનના સ્કોર પર અંગ્રેજોને બીજો ઝટકો લાગ્યો હતો. જેક ક્રાઉલી 76 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. જેક ક્રાઉલી બાદ અંગ્રેજ બેટ્સમેનોની સતત પેવેલિયન પરત ફરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
ભારત પ્રથમ ઈનિંગમાં 396 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 396 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. તેણે 19 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 209 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 34 રનનું યોગદાન આપ્યું હતું. રજત પાટીદાર 32 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા 14 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલ 27 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન, રેહાન અહેમદ અને શોએબ બશીરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ટોમ હાર્ટલીને એક વિકેટ મળી હતી.
ભારત-ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ભારત - યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મુકેશ કુમાર.
ઈંગ્લેન્ડ - જેક ક્રાઉ0લી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (wk), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.