પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમે પોતાના ફેવરિટ બેટિંગ પાર્ટનરને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ તેનો ફેવરિટ બેટિંગ પાર્ટનર છે. બાબર આઝમના મતે તેનું સપનું એબી ડી વિલિયર્સ સાથે બેટિંગ કરવાનું હતું.  એબી ડી વિલિયર્સે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે સમયે તેના નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું હતું, કારણ કે ડી વિલિયર્સ સારી બેટિંગ કરી રહ્યો હતો અને સંપૂર્ણ રીતે ફિટ હતો. 


ડી વિલિયર્સે ક્રિકેટ જગતના ટોચના બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું હતું. તેણે 114 ટેસ્ટ મેચોમાં 8765 રન બનાવ્યા અને સૌથી વધુ 278 રન બનાવ્યા. તેણે 228 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 9577 રન બનાવ્યા. આ સિવાય તેણે ટી20 ક્રિકેટમાં પણ ઘણી સફળતા મેળવી હતી. ખાસ કરીને IPLમાં તેણે ઘણા રન બનાવ્યા હતા અને વિરાટ કોહલી સાથે તેની જોડી ઘણી ફેમસ હતી.


બાબર આઝમે એબી ડી વિલિયર્સને પોતાનો ફેવરિટ બેટિંગ પાર્ટનર ગણાવ્યો હતો


પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચાહકો સાથે વાતચીત કરતી વખતે, બાબર આઝમે એબી ડી વિલિયર્સને તેનો પ્રિય બેટ્સમેન ગણાવ્યો હતો. બાબર આઝમે કહ્યું એબી ડી વિલિયર્સ સાથે બેટિંગ કરવી મારુ સપનું.  એબી ડી વિલિયર્સ હંમેશા મારો ડ્રીમ બેટિંગ પાર્ટનર રહ્યો છે. હું તેની સામે રમ્યો છું પણ તેની સાથે રમી શક્યો નથી. સાથે જ એબી ડી વિલિયર્સે પણ બાબર આઝમના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. ડિવિલિયર્સે કહ્યું, મને પણ તમારી સાથે બેટિંગ કરી મજા આવી હોત.
 
એબી ડી વિલિયર્સ મિસ્ટર 360 તરીકે પ્રખ્યાત છે. દરેક જગ્યાએ શોટ રમવાની ક્ષમતાને કારણે તેને 360 ડિગ્રી કહેવામાં આવે છે. તેણે આઈપીએલમાં આરસીબી તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલીની સાથે તેણે ઘણી શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ડી વિલિયર્સ અને વિરાટની જોડી IPLમાં ઘણી ફેમસ હતી. જો કે ડી વિલિયર્સે હવે આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.  



બાબાર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 હજાર રન પૂરા કરનાર પાકિસ્તાનનો 5મો બેટ્સમેન છે.  તે આ આંકડા સુધી સૌથી ફાસ્ટ પહોંચ્યો હતો અને તેણે પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદને પાછળ છોડી દીધો છે. પાકિસ્તાન માટે ઈન્ઝમામ ઉલ હક, યુનિસ ખાન, મોહમ્મદ યુસુફ, જાવેદ મિયાંદાદે 13 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.