'ટેસ્ટ મેચ હૈ યા 2 D/2 N હનીમૂન પેકેજ?', નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પહેલી ટેસ્ટ પછી વાયરલ થયા કેવા ફની મીમ્સ?

મેચમાં ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ તરખાટ મચાવતા ઇંગ્લિશ ટીમને ઘૂંટણીયે પાડી દીધી, પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો હતો

Continues below advertisement
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઇ, આમાં ભારતીયી ટીમે ઇંગ્લિશ ટીમને જોરદાર હારનો સ્વાદ ચખાડ્યો, અને ટેસ્ટને 10 વિકેટે જીતી લીધી. ટેસ્ટમાં તમામ પાસા પર ટીમ ઇન્ડિયા હાવી રહી અને પાંચ દિવસની ટેસ્ટ મેચ માત્ર બે દિવસની અંદર જ પુરી થઇ ગઇ. હવે આ ટેસ્ટ મેચને લઇને સોશ્યલ મીડિયા પર મજાકભર્યા મીમ્સ વાયરલ થવા લાગ્યા છે. લોકો કહી રહ્યાં છે કે 'ટેસ્ટ મેચ હૈ યા 2 D/2 N હનીમૂન પેકેજ?.... મેચમાં ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલ તરખાટ મચાવતા ઇંગ્લિશ ટીમને ઘૂંટણીયે પાડી દીધી, પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો હતો. ભારત તરફથી બન્ને ઇનિંગમાં સૌથી વધુ રોહિત શર્મા રન ફટકાર્યા, રોહિતે પ્રથમ ઇનિંગમાં 66 રન અને બીજી ઇનિંગમાં 25 રન ફટકાર્યા હતા. ભારતની જીત સાથે ચારે ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ 2-1થી લીડ બનાવી ચૂકી છે. ખાસ વાત છે કે જીતથી ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં મોટો ફાયદો થયો અને નંબર વનની પૉઝીશન પર આવી ગઇ છે. જુઓ ફની મીમ્સ......
Continues below advertisement
Sponsored Links by Taboola