મોટેરા મેદાનમાં પહોંચતા જ ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક સેલ્ફી શેર કરી છે, હાર્દિક પંડ્યા આ નવા સ્ટેડિયમને જોઇને દંગ રહી ગયો હતો, અને તેને સ્ટેડિયમ માટે લખ્યું- મે આવુ સ્ટેડિયમ ક્યારેય નથી જોયુ, જેનો ડ્રેસિંગ રૂમ જિમ સાથે જોડાયેલો હોય, જે લોકોએ આ સ્ટેડિયમ બનાવ્યુ છે તેમને અને ગુજરાત ક્રિકેટ સંઘનો હુ ધન્યવાદ આપવા માગુ છુ. - Absolutely magnificent ...
બીજા એક ગુજરાતી સ્ટાર ચેતેશ્વર પુજારાએ પણ મોટેરાના નવા સ્ટેડિયમની ખુબ પ્રસંશા કરી, પુજારાએ લખ્યું- આ બહુ જ મોટુ સ્ટેડિયમ છે, અને અહીં આવીને બહુ જ સારુ લાગી રહ્યું છે, અમે અહીં પહેલી મેચ રમવાનો ઇન્તજાર છે.
શું છે ખાસ આ સ્ટેડિયમમાં....
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી બન્યુ છે. આમાં 1,10,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ બનાવનારી કંપની દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યુ છે. આમાં 76 કૉર્પોરેટ બૉક્સ, ચાર ડ્રેસિંગ રૂમ ઉપરાંત ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. સાથે સ્ટેડિયમમાં ઇનડૉર ક્રિકેટ એકેડમી ઉપરાંત સ્વીમિંગ પુલ, સ્ક્વૉશ અને ટેબલ ટેનિસ રમવાની સુવિધાઓ પણ છે. અહીં ફ્લડ લાઇટની જગ્યાએ એલઇડી લાઇટ્સ લાગેલી છે, જે સૉલાર એનર્જીથી સળગે છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં 3ડી થિએટર પણ છે, સાથે ડ્રેસિંગ રૂમ સાથે જોડાયેલુ શાનદાર જિમ છે.