નવી દિલ્હીઃ ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની જબરદસ્ત જીતની ચારેય બાજુ પ્રસંશા થઇ રહી છે. ઇંગ્લેન્ડ સામે હવે ભારતીય ટીમ સીરીઝમાં 1-1થી બરાબરી પર આવી ગયુ છે, અને આગામી બન્ને મેચમાં બન્ને ટીમો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળી શકે છે. ત્યારે આ બધાની વચ્ચે ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર કેવિન પીટરસને ભારતીની જીત પર કૉમેન્ટ કરી છે.

ખરેખરમાં, 371 રનથી મળેલી હારને સહન ના કરી શકનારા કેવિન પીટરસને ભારતને કટાક્ષ સાથે શુભેચ્છા પાઠવી છે.

કેવિન પીટરસને ભારતની જીત પર ટ્વીટર પર લખ્યું- તેમને ઇંગ્લેન્ડની બી ટીમને હરાવી છે. પીટરસને ટ્વીટ કર્યુ- શુભેચ્છા ભારતને ઇંગ્લેન્ડની બી ટીમને હરાવવા માટે. પીટરસનના આ ટ્વીટનો અર્થ એવો પણ છે કે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓને બીજી ટેસ્ટમાં ના રમાડાયા જેના કારણે ભારતીય ટીમ જીતી શકી.



ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે જાહેર કરી પોતાની ટીમ.....
ટીમ આ પ્રકાર છે....
જૉ રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જૉની બેયર્સ્ટો, ડૉમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રૉરી બર્ન્સ, જેક ક્રાઉલી, બેન ફૉક્સ (વિકેટકીપર), લૉરેન્સ, જેક લીચ, ઓલી પૉપ, ડૉમ સિલ્બે, બેન સ્ટૉક્સ (ઉપ કેપ્ટન), ઓલી સ્ટૉન, ક્રિસ વૉક્સ, માર્ક વુડ.