IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા(Team India) એ 66 રનથી ઈંગ્લેન્ડ(England)ને હરાવ્યું હતું. જ્યારે બીજી વનડેમાં ઈંગ્લેન્ડે 6 વિકેટથી મેચ જીતીને સીરિઝને 1-1થી બરાબરી કરવામાં સફળ રહ્યું છે. પરંતુ નિર્ણાયક મેચ પહેલા ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી ગઈ છે. છેલ્લી મેચમાં પણ ઈંગ્લેન્ડની ટીમે તેમના સ્ટાર ખેલાડી વિના મેદાનમાં ઉતરવું પડશે. ઈંગ્લેન્ડની ટીમ શ્રેણીની અંતિમ મેચ પણ પોતાના રેગ્યુલર કેપ્ટન મોર્ગન(Eoin Morgan) વગર જ મેદાનમાં ઉતરશે. 

Continues below advertisement



ઈયોન મોર્ગન(Eoin Morgan) હાથમાં ઈજાના કારણે ભારત વિરુદ્ધ અંતિમ મેચ પણ નહીં રમે. ઈજાના કારણે બીજી વનડેમાંથી પણ મોર્ગન બહાર રહ્યો હતો. કેપ્ટન ઇયૉન મોર્ગનને પ્રથમ મેચમાં અંગુઠા અને આંગળીની વચ્ચેના ભાગે ઇજા પહોંચતા, ટાંકા લેવા પડ્યા હતા. એવામાં ઈંગ્લેન્ડ(England)ની ટીમ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. મોર્ગનની ગેરહાજરીમાં જોસ બટલર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.  મોર્ગન ગુરુવારે પ્રેક્ટિસ માટે આવ્યો હતો, પરંતુ બાદમાં તેણે મેચ માટે પોતાને અયોગ્ય જાહેર કરી દીધો હતો. 




સેમ બિલિંગ્સને (Sam billings) પણ પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી રોકવા જતા ડાઇવ લગાતી વખતે કૉલરબૉનમાં ઇજા થઇ હતી. બિલિંગ્સ બીજી મેચ રમ્યો નહોતો. પરંતુ રવિવારે રમાનારી મેચમાં તેની વાપસી થવાની શક્યતા છે. બિલિંગ્સ રમશે તો ડેવિડ મલાનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડી શકે છે.


ઈંગ્લેન્ડનો આ સ્ટાર બોલર બોલ સાથે ચેડાં કરીને ચીટિંગ કરતો ઝડપાઈ ગયો, જાણો અંપાયરે શું કર્યું ?