નવી દિલ્હીઃ ભારતીય ટીમની પ્રસંશા હવે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન નાસિર હૂસેન પણ કરવા લાગ્યો છે. નાસિર હૂસેન ભારતીય ટીમની જબરદસ્ત વાપસીથી ગભરાઇ ગયો છે, અને પોતાની ઇંગ્લિશ ટીમને ખાસ સલાહ આપવા લાગ્યો છે. ભારત પ્રવાસ પર આવેલી ઇંગ્લેન્ડની ટીમને નાસિર હૂસેને ટીમ ઇન્ડિયાને હલ્કામાં ના લેવાની સલાહ આપી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત ચેન્નાઇના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાંથી થવાની છે.

નાસિર હૂસેને સ્કાય સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા ભારતીય ટીમની પ્રસંસા કરી છે. તેને કહ્યું કે - કોઇપણ ટીમ જે ઓસ્ટ્રેલિયા જાય, 36 રનમાં ઓલઆઉટ થઇ જાય, પછી 0-1થી પાછળ રહે, કોહલીને ગુમાવી દે, પોતાનુ મુખ્ય બૉલિંગ આક્રમણ ગુમાવી દે અને પછી ઓસ્ટ્રેલિયામાં શાનદાર વિજયી થાય, તો આવી ટીમને હલ્કામાં ના લેવાય. ભારત એક સ્ટ્રૉન્ગ ટીમ છે. મને લાગે છે કે, કોહલીએ આને આવી બનાવી છે. તે ઘરઆંગણે કોઇ ભૂલ નહીં કરે, તે એક સંયુક્ત ટીમ છે.



નાસિર હૂસેને આગળ કહ્યું કે, ઇંગ્લેન્ડે પોતાની પહેલી બે ટેસ્ટ ટીમમાં પોતાની બેસ્ટ ટીમ સાથે ઉતરવુ જોઇએ. તેને કહ્યું કે હું હંમેશાથી જોઉં છુ કે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝ હંમેશા શાનદાર રહી છે. હું તેમને કહેવા માગીશ કે તમે બેસ્ટ 13થી 15 ખેલાડીઓની સાથે ચેન્નાઇ જાઓ.

ચાર મેચોની સીરીઝ માટે પહેલી બે મેચો માટે બન્નેની ટીમો.....
ભારતીય ટીમઃ-
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, (ઉપ કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર.

ઇંગ્લેન્ડ ટીમઃ-
જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, ડૉમ બેસ, સ્ટૂઅર્ટ બ્રૉડ, રોરી બર્ન્સ, જૉસ બટલર, જેક ક્રૉલે, બેન ફૉક્સ, ડેનિયલ લૉરેન્સ, જેક લીચ, બેન સ્ટૉક્સ, ઓલી સ્ટૉન, ક્રિસ વૉક્સ.

આગામી 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે, આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે. જુઓ અહીં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.....

ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ....

ટેસ્ટ સીરીઝ....

પ્રથમ ટેસ્ટઃ
5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે
બીજી ટેસ્ટઃ
13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે
ત્રીજી ટેસ્ટઃ
24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે
ચોથી ટેસ્ટઃ
4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે

ટી20 સીરીઝ....

પ્રથમ ટી20
12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
બીજી ટી20
14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ત્રીજી ટી20
16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ચોથી ટી20
18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
પાંચમી ટી20
20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે

વનડે સીરીઝ...

પ્રથમ વનડેઃ
23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
બીજી વનડેઃ
26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
ત્રીજી વનડેઃ
28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે