IPL 2021 Auction: ક્રિકેટના મહાકુંભ ગણાતા ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાશે. ચેન્નઈમાં ખેલાડીઓની હરાજીથશે. આઈપીએલ ટ્વીટર પરથી આ માહિતી આપવામાં આવી છે.

આઈપીએલે ટ્વીટ કરીને કહ્યું, “આઈપીએલમાં ખેલાડીઓની ઓક્શન 18 તારીખે ચેન્નઈમાં થશે. ચાલુ વર્ષે આઈપીએલમાં ખેલાડીઓની ઓક્શનને લઈ તમે કેટલા રોમાંચિત છો.” ઈંગ્લેન્ડ સામેની સીરિઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નઈમાં 17 ફેબ્રુઆરીએ પૂરી થશે. તેથી 18 તારીખે ચેન્નઈમાં ઓક્શન રાખવામાં આવી છે.

અત્યાર સુધી આઈપીએલની તારીખ અને જગ્યાને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ તેની શરૂઆત એપ્રિલમાં થશે તેમ માનવામાં આવી રહ્યું છે. આઈપીએલ 2021ના આયોજન સ્થળને લઈ ટૂંક સમયમાં મીટિંગ યોજાશે. જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.



આ વખતે આઈપીએલ 2021ની ઓક્શન રસપ્રદ રહેશે. કારણકે લગભગ તમામ મોટી ટીમોએ મોટા ખેલાડીઓને ઓક્શન પહેલા જ રિલીઝ કરી દીધા છે. આ સ્થિતિમાં કઈ ટીમ કયા ખેલાડી પર દાવ લગાવે છે તે જોવું રસપ્રદ રહેશે.