IND vs ENG Playing 11 Match: આગામી 15મી ફેબ્રુઆરીથી ભારતીય ટીમ રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમશા, પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં અત્યારે ભારત અને ઇંગ્લેન્ડ બન્ને 1-1ની બરાબરી પર છે. ભારતીય ટીમ જે મુખ્ય ક્રિકેટરોની અનુપલબ્ધતા સાથે સંઘર્ષ કરી રહી છે, તે હવે ત્રીજી ટેસ્ટમાં મુંબઈના સરફરાઝ અને ઉત્તરપ્રદેશના ધ્રુવ જુરેલ સાથે મેદાનમાં ઉતરી શકે છે. બંને ક્રિકેટરોની ટેસ્ટ ડેબ્યૂની આશા જીવંત બની છે. બંનેએ પ્રેક્ટિસ સેશનમાં માત્ર ફિલ્ડિંગ અને વિકેટકીપિંગમાં પણ હાથ અજમાવ્યો હતો, સાથે લાંબા સમય સુધી નેટ્સમાં બેટિંગ પણ કરી હતી .


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી મેચ ગુરુવાર (15 ફેબ્રુઆરી)થી રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયાની નજર સીરીઝમાં 2-1થી લીડ પર છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતીને શાનદાર વાપસી કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી હતી. ભારત આ મેચ માટે પ્લેઈંગ-11માં ફેરફાર કરી શકે છે. આ માટે બે ખેલાડીઓના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. વિકેટકીપર ધ્રુવ જુરેલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.


રવિન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે. જાડેજાએ મંગળવારે લાંબા સમય સુધી બેટિંગ કરી હતી. કુલદીપે જાડેજા વિશે વાત કરીએ તો તેને સોમવારે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો. હવે લાગે છે કે તે ત્રીજી ટેસ્ટ માટે આ બન્ને પણ ઉપલબ્ધ છે. જાડેજા ટીમમાં જોડાયા બાદ કુલદીપ અને અક્ષરમાંથી કોને ટીમમાં તક મળે છે તે જોવું રહ્યું.


શુભમન ગીલે ના કરી પ્રેક્ટિસ 
વિશાખાપટ્ટનમમાં સદી ફટકારનાર શુભમન ગીલ મંગળવારે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. બીજી ટેસ્ટ દરમિયાન તેની આંગળીમાં ઈજા થઈ હતી. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન તેણે ફિલ્ડિંગ પણ કરી ન હતી. જો કે તેની ઈજા ગંભીર હોવાનું જણાવાયું ન હતું. શ્રેયસના ટીમની બહાર અને રાહુલના ઈજાગ્રસ્ત હોવાને કારણે રણજી ટ્રોફીમાં ઘણા રન બનાવનાર સરફરાઝ ખાન માટે ટેસ્ટના દરવાજા ખુલી ગયા છે.


ધ્રુવ જુરેલ, રજત પાટીદાર અને સરફરાજે કરી મહેનત 
આગ્રાના ધ્રુવ જુરેલનો ટીમમાં હોવાનો દાવો મજબૂત છે કારણ કે તે કેએસ ભરત કરતા બેટિંગમાં વધુ કુશળ છે. આવી સ્થિતિમાં રાજકોટ મધ્ય ક્રમમાં વિશાખાપટ્ટનમમાં પદાર્પણ કરનાર મધ્યપ્રદેશના રજત પાટીદાર, સરફરાઝ અને ધ્રુવ જુરેલ પર ભરોસો રાખે તેવી અપેક્ષા છે. ત્રણેયને માત્ર એક જ ટેસ્ટનો અનુભવ છે. જાડેજા રમે તો સ્થિતિ સુધરી શકે છે. જો જાડેજા નહીં રમે અને અક્ષરને તક મળે તો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે બિનઅનુભવી બની જશે. મંગળવારે પાટીદાર ગલીમાં અને સરફરાઝે પ્રથમ સ્લિપ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી હતી, જ્યારે જુરેલે ઘણા મુશ્કેલ કેચ લીધા હતા.


રોહિત શર્મા પણ કોચ રાહુલ દ્રવિડ સાથે પીચનું નિરીક્ષણ કર્યા બાદ પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો. ભરત એકલો જ પ્રેક્ટિસ કરતો. અહીંની પીચ પર સ્પિનરોનો જાદુ જોવા મળી રહ્યો છે. અશ્વિન રાજકોટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજા બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કયા સંયોજન સાથે મેદાનમાં ઉતરશે તે જોવું રહ્યું.


ભારતની પ્લેઇંગ ઇલેવન - 11 
યશસ્વી જાયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, સરફરાઝ ખાન, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ/કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન - 11 
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, જેમ્સ એન્ડરસન, રેહાન અહેમદ, માર્ક વુડ.