Indian Cricket Team: આ વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. T20 વર્લ્ડકપ 2024ની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. આ ટૂર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. જ્યારે ફાઈનલ 29 જૂને રમાશે. વળી, આ ટૂર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે. જોકે, BCCI આ માટે એક ખાસ પ્લાન પર કામ કરી રહ્યું છે. વાસ્તવમાં ટી20 વર્લ્ડકપ માટે કેટલાક ખેલાડીઓને પહેલા ન્યૂયોર્ક મોકલવામાં આવી શકે છે. જે ખેલાડીઓની ટીમ IPL પ્લેઓફ માટે ક્વૉલિફાય કરવામાં નિષ્ફળ જાય છે તેઓને પહેલા ન્યૂયોર્ક મોકલી શકાય છે.


આ ખેલાડીઓને પહેલા જવું પડશે ન્યૂયોર્ક - 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI એ IPL ટીમોના ખેલાડીઓને પહેલા ન્યૂયોર્ક મોકલવા પર વિચાર કરી રહી છે જે પ્લેઓફ માટે ક્વૉલિફાય નહીં થાય. જેથી આવા ખેલાડીઓને T20 વર્લ્ડકપ પહેલા સારી તૈયારી કરવાની તક મળી શકે. આ ખેલાડીઓ બાદ બાકીના ખેલાડીઓ કેરેબિયન ટાપુઓ માટે રવાના થશે. આઈપીએલ ફાઈનલ બાદ બાકીના ખેલાડીઓ વર્લ્ડકપ માટે જશે, એટલે કે કેટલાક ખેલાડીઓ IPL સમાપ્ત થાય તે પહેલા છોડી શકે છે, જ્યારે ઘણા ખેલાડીઓ ટૂર્નામેન્ટ સમાપ્ત થયા પછી વર્લ્ડકપ રમવા જશે.


ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું શિડ્યૂલ શું છે ?
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ પાકિસ્તાનના પડકારનો સામનો કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. આ ટીમો પછી ભારત ટૂર્નામેન્ટમાં અમેરિકા અને કેનેડા સામે રમશે. આ ગ્રુપ સ્ટેજની મેચો બાદ સુપર-8 મેચો રમાશે.


 


2024 T20 World Cup: કયા ગ્રુપમાં કઈ ટીમ ? કુલે કટલી મેચ રમાશે ? ક્યારે છે ભારત-પાક મુકાબલો, જાણો ટી20 વર્લ્ડકપની A ટુ Z ડિટેલ્સ


2024 T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ આ વૈશ્વિક ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વર્લ્ડ કપમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.


2024 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. આમાં 20 ટીમો રમશે, જેને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ તેને અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ બનાવે છે. ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. સેમિફાઇનલ મેચ 26 જૂને ગયાના અને 27 જૂને ત્રિનિદાદમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.


વેસ્ટ ઈન્ડિઝના છ અને અમેરિકાના ત્રણ સ્ટેડિયમમાં કુલ 55 મેચ રમાશે


ગ્રુપ સ્ટેજની મેચો 1 થી 18 જૂન સુધી રમાશે જ્યારે સુપર 8ની મેચો 19 થી 24 જૂન સુધી રમાશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર 8માં સ્થાન મેળવશે. ત્યારબાદ આ ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. સુપર 8 ના દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. વેસ્ટ ઈન્ડિઝના છ અને અમેરિકાના ત્રણ સ્ટેડિયમમાં કુલ 55 મેચ રમાશે.


29 દિવસ ચાલશે ટુર્નામેન્ટ


આ 29 દિવસ લાંબી ટૂર્નામેન્ટની બ્લોકબસ્ટર મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ 9 જૂને ન્યૂયોર્કના ન્યૂ નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેમાં ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળની ટીમો ભાગ લેશે. 



  • ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.

  • ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.

  • ગ્રુપ સી: ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની.

  • ગ્રુપ ડી: દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.