નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી20 સીરીઝ બાદ ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ બહુ જલ્દી વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી શકે છે. જાણકારી મળી છે કે આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં બે નવા ચહેરા સામેલ કરવામા આવી શકે છે. 


ગુજરાતી ઓલરાઉન્ડર કરી શકે છે ડેબ્યૂ....
જાણકારી મળી છે કે, ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝમાં ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો મોટો ભાઇ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને વનડે સીરીઝમાં સામેલ કરવામા આવી શકે છે. જો કૃણાલ પંડ્યાને મોકો મળે છે તો તે વનડેમાં ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરશે. કૃણાલ પંડ્યાની સાથે બીજા ચહેરા તરીકે ફાસ્ટ બૉલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ વનડેમાં ટીમ ઇન્ડિયામાં મોકો મળી શકે છે. આ બન્ને ખેલાડીઓએ તાજેતરમાં જ સમાપ્ત થયેલી વિજય હજારે સીરીઝમાં દમદાર અને શાનદાર પ્રદર્શન કરીને સિલેક્ટર્સનુ ધ્યાન ખેંચ્યુ હતુ. 


આઇપીએલ અને ટી20માં કૃણાલ પંડ્યા મચાવી ચૂક્યો છે ધમાલ.....
કૃણાલ પંડ્યાની વાત કરીએ તો તેને 18 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમી છે. કૃણાલે આઇપીએલની 71 મેચોમાં પોતાનો દમ બતાવ્યો છે. કૃણાલે આ ઉપરાંત 2021 વિજય હજારે ટ્રૉફીમાં જોરદાર બેટિંગ કરી, તેને બે અણનમ સદી અને બે અડધીસદી ફટાકરી હતી. 




પ્રસિદ્ધ કૃષ્ણાનુ દમદાર પ્રદર્શન....
ભારતીય ઘરેલુ ક્રિકેટના સૌથી બેસ્ટ અને પ્રતિભાવન ફાસ્ટ બૉલરોમાંથી એક પ્રસિદ્ધ કૃષ્ણાએ 2021 વિજય હજારે ટ્રૉફીમાં 21 વિકેટ ઝડપીને ધમાલ મચાવી દીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા ઉપરાંત વનડે સીરીઝમાં મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, નવદીપ સૈની અને શાર્દૂલ ઠાકુરને મોકો મળી શકે છે. 


ખાલી સ્ટેડિયમમાં રમાડાશે વનડે સીરીઝ.....
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોના કારણે વનડે સીરીઝ પણ ખાલી સ્ટેડિયમમાં રમાડાશે. મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના ફેલાવવાના કારણે રાજ્ય સરકારે આ ફેંસલો લીધો હતો. વનડે સીરીઝની તમામ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પુણેમાં રમાશે. આ તમામ મેચો ડે-નાઇટ હશે. 


વન ડે સીરીઝનુ શિડ્યૂલ.....


પ્રથમ વનડે - 23 માર્ચ (પુણે) 


બીજી વનડે - 26 માર્ચ (પુણે) 


ત્રીજી વનડે - 28 માર્ચ (પુણે) 


ટી20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાને થયો  દંડ....


ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝની ત્રીજી મેચ આજે સાંજે સાત કલાકે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 20 ટકા દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમને મેચ દરમિયાન નક્કી સમયમમાં એક ઓવર ઓછી ફેંકવાની દોષી ગણવામાં આવી છે. ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર દંડ ફટકાર્યો છે.