નવી દિલ્હીઃ અમદાવાદમાં મોટેરાની પીચને લઇને હવે વિવાદ થવા લાગ્યો છે. ટીમ ઇન્ડિયા 10 વિકેટથી ઇંગ્લિશ ટીમ સામે જબરદસ્ત જીત મેળવી, તો ઇંગ્લેન્ડનો કેપ્ટન જૉ રૂટે પીચને જવાબદાર ગણાવી દીધી છે. રૂટે મોટેરાની પીચ પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પીચનો બચાવ કર્યો છે. તેને પીચને યોગ્ય ગણાવી છે.


રોહિતે પીચને લઇને કહ્યું કે આ પીચ પર વિકેટ સાચવીને વધુ રન બનાવવાનો ઇરાદો રાખવો જરૂરી હતો. રોહિતે કહ્યું કે, આ પીચ પર તમે માત્ર બૉલને બ્લૉક નથી કરી શકતા.



રોહિતે કહ્યું જ્યારે તમે આવી પીચો પર રમો છો તો તમારી અંદર ઇરાદો હોવો જોઇએ અને સાથે જ તમારે રન બનાવવાની કોશિશ પણ કરવી જોઇએ. તમે ફક્ત બ્લૉક નથી કરી શકતા. તમે જોયુ કે કેટલાક બૉલ ટર્ન થઇ રહ્યાં હતા, તો કેટલાક સ્ટમ્પ તરફી સરકી રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા મોટેરાની આ પીચે પર સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો હતો. તેને પ્રથમ ઇનિંગમાં 66 રન અને બીજી ઇનિંગમાં 25 રન ફટકાર્યા હતા. રોહિતે કહ્યું મારી ઇચ્છા માત્ર ટકવાની ન હતી પરંતુ સાથે સાથે રન બનાવવાની પણ હતી, આમાં સારા બૉલને સન્માન કરવાનુ પણ સામેલ હતુ, બસ મે આટલુ કર્યુ. રોહિતે કહ્યું અમદાવાદની પીચ મુશ્કેલ ગણી શકાય પરંતુ રમવુ જોઇતુ હતુ. આવી પીચ પર બેટિંગ કરતાં શીખવી જરૂરી છે.