IND vs ENG, 2nd ODI Live Score: ભારતની ખરાબ શરુઆત, ટોપ ઓર્ડર બેટ્સમેન સસ્તામાં આઉટ થયા
India vs England 2nd ODI: ભારત-ઈંગ્લેન્ડની ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ આજે લંડનના લોર્ડ્સમાં (Lords) રમાઈ રહી છે.
30 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 123 રન. જાડેજા અને શમી રમતમાં છે.
હાર્દિક પંડ્યા 29 રન બનાવી આઉટ થયો. હાલ જાડેજા અને શમી રમતમાં. ભારતનો સ્કોર 101 રન પર 6 વિકેટ. 27.1 ઓવર.
ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ ટોપ્લીના બોલ પર 27 રન બનાવી આઉટ થયો છે. આ સાથે ઈંગ્લેન્ડના બોલર ટોપ્લીએ ત્રીજી વિકેટ ઝડપી છે. ભારતનો સ્કોર 75 રન પર 5 વિકેટ. 21 ઓવર પુર્ણ
17.4 ઓવર ઉપર ભારતનો સ્કોર 60 રન છે. હાલ હાર્દિક અને સૂર્યકુમાર રમી રહ્યા છે.
12મી ઓવરમાં 31 રન પર 4 વિકેટ પડી ગઈ છે. વિરાટ કોહલી 16 રન બનાવી વિલીના બોલ પર કેચ આઉટ થયો. હાલ સુર્યકુમાર અને હાર્દિક રમતમાં.
ભારતની ત્રીજી વિકેટ પડી ગઈ છે. ઋષભ પંત 5 બોલ રમ્યા બાદ 0 રન પર આઉટ થયો. હાલ વિરાટ કોહલી અને સુર્યકુમાર યાદવ રમતમાં ભારતનો સ્કોર 31 રન પર 3 વિકેટ 11 ઓવર.
ટોપ્લીના બોલ પર શિખર ધવન 9 રન બનાવી આઉટ. હાલ કોહલી અને પંત રમતમાં છે. ભારતનો સ્કોર 9.4 ઓવરમાં 28 રન પર 2 વિકેટ.
ઓપનિંગ કરવા આવેલ રોહિત શર્મા ટોપ્લીના બોલ પર LBW આઉટ થયો. રોહિતે ખાતુ ખોલ્યા વગર પવેલિયન પરત ફર્યો. હાલ ધવન અને કોહલી રમતમાં છે.
જસપ્રિત બુમરાહે 49મી ઓવરમાં ઈંગ્લેન્ડ અંતિમ વિકેટ ઝડપતાં ટોપ્લીને બોલ્ડ કર્યો. ભારતને જીત માટે 247 રનનો ટાર્ગેટ મળ્યો.
ચહલના બોલ પર મોઈન અલી 47 રન બનાવી આઉટ થયો છે. હાલ 44 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 217 રન પર 7 વિકેટ
હાલ 34.1 ઓવર પર ઈંગ્લેન્ડનો સ્કોર 165 રન પર પહોંચ્યો છે. હાલ મોઈન અલી અને ડેવિડ વિલી રમતમાં છે.
લિયામ લિવિંગસ્ટોન હાર્દિક પંડ્યાના બોલ પર કેચ આઉટ થયો છે. લિવિંગસ્ટોને 33 રન બનાવ્યા. હાલ ઈંગ્લેન્ડનનો સ્કોર 29 ઓવર બાદ 148 રન પર 6 વિકેટ.
ઈંગ્લેન્ડના 5 બેટ્સમેન આઉટ થઈ ચુક્યા છે. મોહમ્મદ શમીએ જોસ બટલરને બોલ્ડ કર્યો હતો. બટલરે 4 રન બનાવ્યા. ત્યાર બાદ યુઝવેન્દ્ર ચહલે બેન સ્ટોક્સને 21 રન પર LBW આઉટ કર્યો. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 21.3 ઓવરના અંતે 102 રન પર 5 વિકેટ.
જો રુટ 11 રન બનાવી ચહલના બોલ પર LBW આઉટ થયો છે. હાલ ઈંગ્લન્ડનો સ્કોર 18 ઓવરના અંતે 84 રન પર 3 વિકેટ. બટલર અને સ્ટોક્સ રમતમાં છે.
ઓપનિંગ કરવા આવેલ ઈંગ્લન્ડ બેટ્સમેન જોની બેયરસ્ટો 38 રન બનાવી આઉટ થયો છે. યુઝવેન્દ્ર ચહલે બેયરસ્ટોને પવેલિયન ભેગો કર્યો ઈંગ્લેન્ડનો સ્કોર 14.4 ઓવર પર 72 રને 2 વિકેટ.
ઓપનિંગ કરવા આવેલા જેસન રોય હાર્દિક પંડ્યાના બોલ પર કેચ આઉટ થયો. જેસન રોયે 23 રન બનાવ્યા છે. હાલ 8.5 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 41 રન પર 1 વિકેટ. હાલ બેયરસ્ટો અને જો રુટ રમી રહ્યા છે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રુટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રેગ ઓવરટન, બ્રાઈડન કાર્સ, રેસ ટોપ્લી
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
બીજી વન ડે મેચમાં રોહિત શર્માએ ટોસ જીત્યો છે અને ટીમ ઈન્ડિયા પહેલાં બોલિંગ કરશે.
બ્રેકગ્રાઉન્ડ
India vs England 2nd ODI Lord's London: ભારત-ઈંગ્લેન્ડની ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ આજે લંડનના લોર્ડ્સમાં (Lords) રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતે પ્રથમ મેચમાં 10 વિકેટથી મોટી જીત નોંધાવી હતી. હવે ટીમ ઈન્ડિયા સિરીઝ પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો લંડનના હવામાનની વાત કરીએ તો આજે વરસાદ થવાની કોઈ શક્યતા નથી.
પિચમાં ઉછાળ જોવા મળશેઃ
ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વનડેમાં ખરાબ રીતે હારી ગઈ હતી. આ પછી તે બીજી મેચમાં જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લંડનમાં આછો તડકો જોવા મળશે. દિવસ દરમિયાન તાપમાન 20 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આ મેચ ડે-નાઈટ છે, જેથી ખેલાડીઓને સૂર્યપ્રકાશના કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. જો પીચની વાત કરીએ તો લોર્ડ્સની પિચમાં ઉછાળ જોવા મળશે. તેનાથી બોલરોની સાથે સાથે બેટ્સમેનોને પણ મદદ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઈંગ્લેન્ડને 110 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર બેટિંગ કરીને જીત અપાવી હતી. રોહિતે અણનમ 76 રન બનાવ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહે ખતરનાક બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 3 વિકેટ પોતાના નામે કરી હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી/શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -