IND vs ENG 5th Test: ઈંગ્લેન્ડે 7 વિકેટથી મેચ જીતી લીધી, બેયરસ્ટો અને રુટે શતક લગાવી મેચ વિનિંગ ઈનિંગ રમી

એજબેસ્ટનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ રમાઈ રહી છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી હતી. હવે આજે પાંચમા દિવસે આ ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડની ટીમને માત્ર 119 રન બનાવવાના છે

gujarati.abplive.com Last Updated: 05 Jul 2022 04:36 PM
રુટ અને બેયરસ્ટો અણનમ રહ્યા

જો રુટ 142 રન અને જોની બેયરસ્ટો 114 રન સાથે અણનમ રહ્યા હતા.

ઈંગ્લેન્ડે 7 વિકેટથી મેચ જીતી લીધી

5મા દિવસે બેટિંગ કરવા ઉતરેલી જોની બેયરસ્ટો અને જો રુટે શતક ફટકારીને ઈંગ્લેન્ડને જીત અપાવી છે. 

શતક પૂર્ણ કર્યા બાદ બેયરસ્ટોએ હેટ્રીક ચોક્કા લગાવ્યા

શતક પૂર્ણ કર્યા બાદ બેયરસ્ટોએ હેટ્રીક ફોર મારી છે. સિરાજની ઓવરમાં બેયરસ્ટોએ 3 ફોર લગાવીને સ્કોર 112 કર્યો હતો.

જોની બેયરસ્ટોએ સદી ફટકારી

જોની બેયરસ્ટોએ બીજી ઈનિંગમાં પણ શાનદાર બેટિંગ સાથે શતક લગાવ્યું છે. બેયરસ્ટોએ 138 બોલમાં 100 રન પુરા કરી લીધા છે. હાલ ઈંગ્લેન્ડને જીત માટે 21 રનની જરુર છે.

ઈંગ્લેન્ડને જીત માટે 57 રનની જરુર

હાલ ઈંગ્લેન્ડને જીત માટે 57 રનની જરુર છે. બેયરસ્ટો 92 રન અને જો રુટ 108 રન સાથે રમી રહ્યા છે.

જો રુટનું શતક પુર્ણ

જો રુટનું શતક પુર્ણ થયું છે. ઈંગ્લેન્ડનો સ્કોર 320 પર 3 વિકેટ.

ઈંગ્લેન્ડનો સ્કોર 286 રન પર 3 વિકેટ

ઈંગ્લેન્ડનો સ્કોર 286 રન પર 3 વિકેટ. હાલ બેરસ્ટો 89 અને રુટ 82 રન સાથે રમતમાં છે. હવે ઈંગ્લેન્ડને જીત માટે 92 રનની જરુર છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 5th Test: એજબેસ્ટનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચના પહેલા ત્રણ દિવસ ભારતીય ટીમનો દબદબો હતો, પરંતુ ચોથા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી હતી. હવે આજે પાંચમા દિવસે આ ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડની ટીમને માત્ર 119 રન બનાવવાના છે જ્યારે 7 વિકેટ હાથમાં બાકી છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2007માં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી હતી ત્યારે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો.


છેલ્લા દિવસે હવામાન કેવું રહેશે?


આ ટેસ્ટ મેચ દરમિયાન વરસાદને કારણે ઘણી મુશ્કેલી પડી હતી. હવે આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે પાંચમા દિવસે હવામાન કેવું રહેશે? શું એજબેસ્ટન ટેસ્ટના છેલ્લા દિવસે વરસાદ પડશે? બીજી તરફ હવામાન વિભાગની આગાહી પર વિશ્વાસ કરવામાં આવે તો આ દિવસે વરસાદની શક્યતા ઘણી ઓછી છે, દિવસભર આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. જોકે વાદળછાયું વાતાવરણ રહેશે. જો આમ થશે તો ઝડપી બોલરોને મદદ મળવાની શક્યતા છે. આજે એજબેસ્ટનમાં તાપમાન 18-20 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે ભેજ મહત્તમ 60 ટકા રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.