નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇના ચેપક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બીજી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ પર જબરદસ્ત પકડ બનાવી લીધી છે. ખાસ વાત છે કે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં મહેમાન ટીમ પર 249 રનની લીડ બનાવી લીધી છે.


બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 18 ઓવર રમી એક વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે. ઓપનિંગમાં આવેલા શુભમન ગીલને જેક લીચે 14 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો હતો. જ્યારે રોહિત શર્મા 25 રન અને ચેતેશ્વર પુજારા 7 રને હજુ ક્રિઝ પર છે.

નોંધનીય છે કે ભારતીય બૉલરોએ બીજા દિવસની રમતમાં જબરદસ્ત પક્કડ બનાવતા ઇંગ્લિશ ટીમને માત્ર 134 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતુ, આ સાથે ભારતને 195 રનની જંગી લીડ પ્રાપ્ત થઇ હતી. ભારત તરફથી સૌથી વધુ અશ્વિને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટ અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.
ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડની ટીમ
ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન