ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે અશ્વિને હવે હરભજન સિંહને પાછળ છોડી દીધો છે. અશ્વિના નામે હવે 267 * વિકેટ થઈ ગઈ છે, જ્યારે હરભજને 265 વિકેટ લીધી છે. જો કે, ભારતમાં સર્વોચ્ચ વિકેટ લેવાનો રેકોર્ડ હજુ પણ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 350 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે, ભારતમાં સર્વાધિક ટેસ્ટ લેવા મામલે ટોચના ત્રણ બોલરો સ્પિનર છે. જ્યારે ફાસ્ટ બોલરોમાં દિગ્ગજ ખેલાડી કપિલ દેવે 219 વિકેટ ઝડપી હતી.
પોતાના ધર આંગણે સૌથી વધુ વિકેટ લેવા મામલે દુનિયાભરમાં સ્પિન બોલરોમાં શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરન ટોચ પર છે. તેણે ટેસ્ટ કેરિયરમાં 800 વિકેટ લીધી છે જેમાંથી શ્રીલંકામાં 493 વિકેટ ઝડપી હતી. તેના બાદ અનિલ કુંબલે બીજા ક્રમે છે, તેણે તેની કારકિર્દીમાં ભારતમાં 350 વિકેટ ઝડપી હતી.