IND vs ENG Semi Final Score : ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 172 રનનો લક્ષ્યાંક

T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

gujarati.abplive.com Last Updated: 28 Jun 2024 12:08 AM
IND vs ENG : ભારતે ઇંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો

20મી ઓવરમાં 12 રન આવ્યા અને અક્ષર પટેલની વિકેટ પડી. ક્રિસ જોર્ડનની આ ત્રીજી સફળતા હતી. 20 ઓવરમાં ભારતીય ટીમે 7 વિકેટે 171 રન બનાવ્યા છે. હવે ઈંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી રોહિત શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા 9 બોલમાં 17 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

IND vs ENG લાઇવ અપડેટ્સ: સૂર્યકુમાર યાદવ આઉટ

સૂર્યકુમાર યાદવ 47 રન બનાવી આઉટ થયો છે. ભારતીય ટીમને 15મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો. હાલમાં હાર્દિક પંડ્યા અને જાડેજા મેદાનમાં છે. ટીમ ઈન્ડિયાએ 16 ઓવરમાં 126 રન બનાવી લીધા છે.  

IND vs ENG લાઇવ અપડેટ્સ: રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો

ભારતીય ટીમને 14મી ઓવરમાં 113ના કુલ સ્કોર સાથે ત્રીજો ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા 39 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. 

IND vs ENG લાઇવ અપડેટ્સ: રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માએ સિક્સર ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત શર્મા 37 બોલમાં 56 રન બનાવી મેદાનમાં છે. સૂર્યકુમાર યાદવ પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 

IND vs ENG લાઇવ અપડેટ્સ: રોહિત શર્મા અડધી સદીની નજીક

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 11મી ઓવરમાં સિક્સર ફટકારી હતી. હિટમેન 33 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા  છે. જ્યારે સૂર્યકુમાર યાદવ 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 23 રન બનાવીને રમતમાં છે. 11 ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે 86 રન છે.

IND vs ENG લાઈવ અપડેટ્સ: વરસાદને કારણે મેચ બંધ થઈ 

વરસાદના કારણે મેચ બંધ થઈ  છે. અત્યાર સુધી 8 ઓવર રમાઈ છે. ભારતનો સ્કોર બે વિકેટે 65 રન છે. રોહિત શર્મા 26 બોલમાં 6 ફોરની મદદથી 37 રન બનાવીને રમતમાં છે. જ્યારે સૂર્યકુમાર યાદવ સાત બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 13 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 16 બોલમાં 25 રનની ભાગીદારી છે.

IND vs ENG Live Updates: રોહિતની શાનદાર બેટિંગ

પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવી હોવા છતાં કેપ્ટન રોહિત શર્માનું આક્રમક ફોર્મ ચાલુ છે. રોહિતે સાતમી ઓવરમાં આદિલ રાશિદ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. હિટમેન હવે 23 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 35 રન પર છે. 7 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 55 રન છે.

IND vs ENG Live Updates: ભારતની બીજી વિકેટ પડી

ટીમ ઈન્ડિયાએ 40ના કુલ સ્કોર પર છઠ્ઠી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. રિષભ પંત 6 બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. તે સેમ કરનના હાથે કેચ આઉટ થયો હતો. હવે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો છે. 

IND vs ENG Live Updates: ભારતની પહેલી વિકેટ પડી

ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ 19ના સ્કોર પર ત્રીજી ઓવરમાં પડી હતી. વિરાટ કોહલી 9 બોલમાં એક સિક્સરની મદદથી 9 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીને રીસ ટોપલીએ બોલ્ડ કર્યો હતો. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કોહલીએ પહેલીવાર 50થી ઓછા રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન: ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપ્લી.

ભારત પ્લેઈંગ ઈલેવન

ભારત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

IND vs ENG લાઇવ અપડેટ્સ: જોસ બટલરે ટોસ જીત્યો

ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે. ઈંગ્લેન્ડે કોઈ ફેરફાર કર્યો નથી.  ભારતે પણ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

IND vs ENG લાઇવ અપડેટ્સ: મેચ 9:15 વાગ્યે શરૂ થશે

ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર છે. ભારતીય સમય અનુસાર, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનો ટોસ 8:50 વાગ્યે થશે. આ મેચ 9:15 વાગ્યે શરૂ થશે. આ મેચ  20-20 ઓવરની રહેશે.

IND vs ENG લાઇવ અપડેટ્સ: ભારત-ઇંગ્લેન્ડ મેચ માટે નિયમો સંપૂર્ણપણે અલગ છે

ગયાનામાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. ક્યારેક તડકો તો  ક્યારેક ભારે વરસાદ શરૂ થાય છે. ભારતીય સમય અનુસાર રાત્રે આ મેચ  1.45 વાગ્યા સુધી 10-10 ઓવરની રમાઈ શકે છે. જો વરસાદના કારણે મેચ હજુ પણ રદ થશે તો સુપર-8માં સારા નેટ રન રેટના કારણે ભારત ફાઇનલમાં પહોંચી જશે.

BCCIએ કર્યું કન્ફર્મ, ટોસમાં વિલંબ થશે

IND vs ENG લાઈવ અપડેટ્સ: ગયાનામાં સ્વચ્છ હવામાન, ટૉસ સમયસર થઈ શકે છે

ચાહકો માટે સારા સમાચાર છે. ગયાનામાં હવામાન હવે સાફ થઈ ગયું છે. થોડા સમય પહેલા સુધી અહીં ભારે વરસાદ પડતો હતો, પરંતુ હવે તડકો આવ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલ મેચનો ટોસ સમયસર થઈ શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

India vs England, Semi Final 2: T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. સુપર-8ની મહત્વની મેચમાં કાંગારૂઓને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં અંગ્રેજો સામે જૂનો હિસાબ બરાબર કરવા  મેદાનમાં ઉતરશે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2024 T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. મતલબ કે આજની વિજેતા ટીમ 29મી જૂને ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.


આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 2023ના ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની હારનો બદલો લઈ લીધો છે. હવે રોહિત બ્રિગેડ 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હારનો બદલો લેવા માંગશે. ગત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.


હેડ ટુ હેડ સ્પર્ધા


T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો અત્યાર સુધી ચાર વખત ટકરાયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે. બે મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો છે. આવી સ્થિતિમાં આજે પણ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.


જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી જશે


ગયાનામાં આજે વરસાદની સંભાવના છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ રદ્દ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ શરૂ થવાના એક કલાક પહેલા વરસાદની 40 ટકા શક્યતા છે. મેચ શરૂ થવાના સમયે વરસાદની 60 ટકા શક્યતા છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ICCના નિયમો અનુસાર, ટીમ ઈન્ડિયા સુપર-8માં ટોચ પર રહેવાને કારણે ફાઇનલમાં પ્રવેશ કરશે.


ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.


ઈંગ્લેન્ડના સંભવિત પ્લેઈંગ ઈલેવન- ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, રીસ ટોપલે અને આદિલ રાશીદ. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.