T20 World Cup 2024 IND vs ENG: T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ થોડા જ કલાકોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ તેમાં જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. પરંતુ ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદ પડે તો મેચ દરમિયાન મુશ્કેલી આવી શકે છે. જોકે ICCએ આ મેચ માટે વધારાનો સમય રાખ્યો છે. આ સાથે ઓવરની કપાત અંગેના પણ કેટલાક નિયમો સમજાવવામાં આવ્યા છે.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ 'ગયાનામાં' રમાવાની છે. આ મેચ દરમિયાન વરસાદ આવવાની સંભાવના છે. જો ટોસ પહેલા વરસાદ પડે તો મેચમાં વિલંબ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ વચ્ચે માત્ર એક દિવસનું અંતર છે. આ કારણોસર આ માટે કોઈ ખાશ રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો ન હતો.


ઓવરો કપાવવાની શરૂઆત ક્યારે થશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ માટે ઘણો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. જો સતત વરસાદ પડે અને તે બંધ ન થાય તો 12.10 વાગ્યા પછી ઓવરો કપાવા લાગશે.


10-10 ઓવરની મેચો માટે પણ કટઓફ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે 
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વરસાદની સ્થિતિમાં 10-10 ઓવરની મેચ પણ રમાઈ શકે છે. આ માટે કટ ઓફનો સમય રાત્રે 01.44 કલાકે નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય અનેક પ્રકારના નિયમો પણ ઘડવામાં આવ્યા છે.


જો 10 ઓવર સુધી પણ મેચ નહીં રમાય તો ભારતને ફાઇનલમાં સ્થાન મળશે.
જો ભારત-ઈંગ્લેન્ડ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો રોહિત શર્માની ટીમને ફાયદો થશે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે અને અહીં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. વાસ્તવમાં, જો બીજી સેમિ-ફાઇનલ મેચ રદ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમને ફાઇનલમાં જવાની તક મળશે એવામાં ભારત પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. કારણ કે ભારત અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી.