T20 World Cup 2022, Rohit Sharma: T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમીફાઇનલ ગુરુવારે રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ  ભારતીય ટીમ સામે ટકરાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ એડિલેડ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. વાસ્તવમાં પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.






'આપણે આ ફોર્મેટ પ્રમાણે રમવું પડશે'


ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે.


રોહિત શર્માએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કોઈ ખોટ નથી, પરંતુ એમાં કોઈ શંકા નથી કે ઇગ્લેન્ડ જેવી ટીમ સામે મેદાન પર સો ટકા આપવું પડશે. મને ખાતરી છે કે અમારી ટીમ આ કરી શકશે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.


પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યુ


T20 World Cup 2022 Pakistan vs New Zealand: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને ટી-20 વર્લ્ડકપ 2022 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાને સેમિફાઇનલ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી હતી. જ્યારે શાહીન આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી ડેરીલ મિશેલે અણનમ અડધી સદી ફટકારી હતી