IPL Auction 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની હરાજીને લઈને મોટા સમાચાર આવ્યા છે. IPL 2023 માટેની હરાજી 23 ડિસેમ્બરે Kochiમાં યોજાશે. લખનઉ સુપર જાયન્ટ્સે આ અંગે ટ્વિટ કર્યું હતું. ફ્રેન્ચાઇઝીએ હરાજી અંગે માહિતી આપી છે. હાલમાં ટી-20 વર્લ્ડકપ 2022 રમાઈ રહ્યો છે. જેમાં ભારત સહિત ઘણી ટીમોએ ભાગ લીધો હતો. હવે એક સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમવાની બાકી છે.
IPL 2023 ની હરાજી 23 ડિસેમ્બરે થશે.
સ્પોર્ટ્સ સ્ટાર અનુસાર, IPL 2023ની હરાજી 23 ડિસેમ્બરે Kochiમાં થશે. આઇપીએલ 2023 માર્ચના છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગમાં વિશ્વના ઘણા દેશોના સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળે છે.
વાસ્તવમાં તમામ ટીમોનું કુલ બજેટ 90 કરોડથી વધારીને 95 કરોડ થઈ શકે છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં IPL માટે મેગા ઓક્શન કરવામાં આવ્યું હતું, તે સમયે તમામ ટીમોએ કુલ 204 ખેલાડીઓને ખરીદ્યા હતા.
કઈ ટીમ પાસે કેટલા પૈસા છે
પંજાબ કિંગ્સઃ રૂ. 3.45 કરોડ
લખનઉ સુપર જાયન્ટ્સ: 0
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ રૂ. 1.55 કરોડ
રાજસ્થાન રોયલ્સ: રૂ. 95 લાખ
કોલકાતા નાઈટ રાઈડર્સઃ રૂ. 45 લાખ
ચેન્નઈ સુપર કિંગ્સઃ રૂ. 2.95 કરોડ
ગુજરાત ટાઇટન્સઃ રૂ. 15 લાખ
મુંબઈ ઈન્ડિયન્સ: રૂ. 10 લાખ
સનરાઇઝર્સ હૈદરાબાદઃ રૂ. 10 લાખ
દિલ્હી કેપિટલ્સ: રૂ. 10 લાખ
બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે
ઉલ્લેખનીય છે કે, સુપર-12 રાઉન્ડમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને સુપર-12 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ સિવાય રોહિત શર્માની ટીમે પાકિસ્તાન, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપર હતી. હવે ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલ મેદાન પર ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.