Ind vs Eng: ઈંગ્લેન્ડ સામે બીજી વનડે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાના કારણે પૂરી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.  ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં અય્યરને ખભામાં ઈજા થઈ હતી. ઈંગ્લેન્ડની 8મી ઓવરમાં જ્યારે અય્યરે જોની બેરિસ્ટોના શોટને રોકવા માટે ડાઈવ લગાવી હતી ત્યારે ખભામાં ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેના ખભાનું હાડકુ ખસી ગયું છે. તેના બાદ અય્યર ખબો પકડીને મેદાનની બહાર નીકળી ગયો હતો.   


ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ કહ્યું કે, આઈપીએલની ફર્સ્ટ હાફ મેચોમાં અય્યરની રમવાની શક્યા નહિવત છે. નવ એપ્રિલથી શરુ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અય્યરે દિલ્હી કેપ્ટિલ્સ ટીમની કેપ્ટનશીપ કરવાની હતી. આઈપીએલની ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ફાઈનલમાં પહોંચી હતી. મંગળવારે મેચ બાદ બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ  ખસી ગયું હતું. તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-0થી આગળ છે. બીજી વનડે 26 માર્ચ અને ત્રીજી વનડે 28 માર્ચે રમાવાની છે. 


IPL 2021: ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા IPLની આગામી સીઝન નહીં રમે ? CSKએ શું આપ્યું નિવેદન? જાણો


અય્યરને આ ઈજામાંથી બહાર નીકળવા માટે ઓછામાં ઓછા 6 અઠવાડિયાનો સમય લાગી છે અને જો સર્જરી કરવી પડી તો વધુ સમય લાગી શકે છે. એવામાં તેની અનુપસ્થિતિમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ રિષભ પંત, સ્ટીવ સ્મિથ અથવા સીનિયર ઓફ સ્પિનર આર અશ્વિનને સોંપવામાં આવી શકે છે. 


આમિર ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોમ કોરેન્ટાઈન થયા મિસ્ટર પરફેક્શનિસ્ટ