T20 World Cup: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં 10મી નવેમ્બરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિ ફાઇનલ મેચ રમાશે. આ મેચ પહેલા બન્ને ટીમો જીત માટે તૈયારી કરવામાં લાગી ગઇ છે. ભારતીય ટીમમાં અત્યારે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલ જબરદસ્ત બેટિંગ કરી રહ્યાં છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા હજુ સુધી શાંત દેખાઇ રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આજે આપણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્લ્ડકપની વાત કરીએ તો.....
સૌથી પહેલા 1987માં રમાયેલી 50 ઓવરના વર્લ્ડકપ બાદ આ પહેલીવાર બન્યુ છે, કે જ્યારે ટીમ ઇન્ડિયા કોઇ આઇસીસી ટૂર્નામેન્ટમાં નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાઇ રહી છે. 1987માં ઇંગ્લેન્ડે 35 રનોથી જીત હાંસલ કરી હતી. જોકે, અત્યારે બન્ને ટીમોમાં મોટા ફેરફારો થઇ ગયા છે, અને મનોવૈજ્ઞાનિક રીતે બન્નેના ખેલાડીઓ પણ જુદી જુદી અસર નીચે છે. જાણો એડિલેડની પીચ અને બન્ને ટીમોના આંકડા વિશે........
કેવી છે એડિલેડની પીચ -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 10 નવેમ્બર, 2022ના રોજ આઇસીસી ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ રમાશે, બન્ને ટીમો અહીં જીત મેળવીને ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવા માટે પ્રયાસ કરશે, પરંતુ આ પહેલા અહીં એડિલેડ પીચ વિશે જાણી લેવુ જરૂરી છે.
પીચ રિપોર્ટ અનુસાર, જે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ ટકરાવવાના છે, ત્યાંની પીચ બેટિંગ માટે ખુબ જ સારી છે, ભારત આ મેદાન પર નેધરલેન્ડ્સને હરાવી ચૂક્યુ છે. અહીં પહેલી બેટિંગ કરનારી ટીમ 180+ સ્કૉર કરી શકે છે, ભારતે નેધરલેન્ડ્સ સામે 184 રનનો સ્કૉર કર્યો હતો. ખાસ વાત છે કે, મેદાનની સ્ક્વેર બાઉન્ડ્રી ખુબ નાની છે, એટલા માટે બૉલરોને લેન્થનું ધ્યાન રાખવુ પડશે, ફિલ્ડિંગની પ્લેસમેન્ટ પણ ખુબ મહત્વની રહેશે.
ભારત અને ઇંગ્લેન્ડના આંકડાઓ -
સેમિ ફાઇનલ મેચ પહેલા ભારત અને ઇંગ્લેન્ડના આંકડાઓની વાત કરવામાં આવે તો, ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લિશ ટીમ 3 વાર આમને સામને ટકારઇ ચૂકી છે. જેમાં ભારત 2 વાર ઇંગ્લેન્ડ સામે જીત્યુ છે, જ્યારે ઇંગ્લેન્ડને 1માં જીત મળી છે.
T20 WC 2022: સેમિ ફાઇનલ મેચો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? જાણો લાઇવ ટેલિકાસ્ટ સાથેની ડિટેલ્સ
T20 WC 2022 Semifinals: આઇસીટી ટી20 વર્લ્ડકપ 2022માં શનિવારે અને રવિવારે રમાયેલી મહત્વની મેચો બાદ ચારેય સેમિ ફાઇનલલિસ્ટનુ નામ નક્કી થઇ ગયુ છે. આશા પ્રમાણે, ન્યૂઝીલેન્ડ (New Zealand) અને ભારત (India) એ તો અંતિમ ચારમાં જ્ગ્યા પહેલાથી જ બનાવી લીધી હતી, પરંતુ હવે ઇંગ્લેન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan) એ પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે આ ચારમાં પાકિસ્તાનની એન્ટ્રી બધાને ચોંકાવનારી છે, કેમ કે નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને કરો યા મરોની મેચમાં જબરદસ્ત હાર આપી અને પાકિસ્તાની ઓટોમેટિકલી સેમિ ફાઇનલમાં પહોંચી ગયુ, કોઇને પણ આશા ન હતી કે પાકિસ્તાન આ રીતે પહોંચી જશે. જાણો સેમિ ફાઇનલ અંગેની ડિટેલ્સ.
ક્યારે ને ક્યાં રમાશે સેમિ ફાઇનલ મેચો ?
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની મેચ 9 નવેમ્બર (બુધવારે) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઇનલ મેચ 10 નવેમ્બરે (ગુરુવાર) બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ મેચ એડિલેડના મેદાનમાં રમાશે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખતા બન્ને મેચોમાં રિઝર્વ ડે ઉપલબ્ધ રહેશે. એટલે કે જો વરસાદ પડશે તો નિર્ધારિત દિવસમા મેચનુ પરિણામ નહીં, તો આગામી દિવસે મેચ પુરી કરવામાં આવશે.
ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ અને સ્ટ્રીમિંગ ?
ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર સેમિ ફાઇનલની મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે.