India vs England: એડિલેડ ઓવલ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે એકતરફી રીતે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 16 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. આ હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની આ હાર બાદ ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.


ભારતની હાર પર ભૂતપૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા


ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં હાર બાદ, ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ભારત  બોલિંગને લઈને સંપૂર્ણપણે ક્લૂલેસ જોવી મળી.  હેલ્સ અને બટલર ભારતીય અટેક માટે ખૂબ જ સારા હતા'.




ભારતના ભૂતપૂર્વ સ્પિનર ​​અમિત મિશ્રાએ કહ્યું હતું કે 'દિલ તૂટી ગયું છે, ઇંગ્લેન્ડે ફાઇનલમાં પહોંચવા માટે તમામ શક્તિ લગાવી દીધી છે. નેક્સ્ટ ટાઈમ બેટર લક'.




ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે કહ્યું કે 'ભારત માટે દિલ તૂટે તેવુ પરંતુ આ મોટી મેચ જીતવા અને ફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન.




ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન આપતા ભારતના ભૂતપૂર્વ બોલર ઈરફાન પઠાણે કહ્યું કે 'ઈંગ્લેન્ડ તમે હંમેશા ખૂબ સારી ટીમ રહો, શુભેચ્છાઓ. ટીમ ઈન્ડિયાએ ઘણું શીખવા જેવું છે અને આગલી વખતે મજબૂત વાપસી કરો. 




ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે, 'જોશ બટલર અને એલેક્સ હેલ્સ  બંનેએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારત માટે દિલ તૂટે તેવી હાર




તે જ સમયે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભારતની હાર પર એક ફની તસવીર મૂકી અને ટીમ ઈન્ડિયા બહાર થવા પર કટાક્ષનો પ્રયાસ કર્યો.




પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરે આ હાર પર કહ્યું કે '170-0 એક એવો આંકડો છે જે આવનારા સમય માટે પરેશાન કરનારો છે. ટફ ગેમ ઈન્ડિયા




પાકિસ્તાનના પૂર્વ સ્પિનર ​​સઈદ અજમલે ભારતની હાર પર કહ્યું કે 'ઈંગ્લેન્ડને અભિનંદન. જોશ બટલર અને એલેક્સ હેલ્સ વચ્ચે એકદમ શાનદાર ભાગીદારી. હાર્ડ લક ઈન્ડિયા. હાર્દિક અને વિરાટની ઇનિંગ્સ શાનદાર રહી હતી પરંતુ કમનસીબે ફાઇનલમાં જગ્યા બનાવી શક્યા ન હતા.