Ind vs Eng Semi-final: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એડિલેડ ગ્રાઉન્ પર રમાયેલી બીજી સેમિ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે વિના વિકેટે આસાની લક્ષ્યને ચેઝ કરી લીધુ હતુ. ઇંગ્લિશ ટીમે ભારતને 10 વિકેટથી હાર આપીને ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે રવિવાર પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ખિતાબી જંગ જામશે.


સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લિશ કેપ્ટન જૉસ બટલરે ટૉસ જીતને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, અને ટીમ ઇન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ એકદમ ખરાબ રહી હતી. 20 ઓવર રમીને ટીમે માત્ર 168 રન જ બનાવ્યા હતા. 


બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમના ઓપનર બેટ્સમેનોએ તાબડતોડ બેટિંગ કરતા શાનદાર શરૂઆપ અપાવી હતી. ઇંગ્લિશ ટીમે 16 ઓવરમં જ વિના વિકેટ 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડ ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ હતી. 


જીત માટે ઇંગ્લેન્ડને મળ્યો હતો 169નો ટાર્ગેટ
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને જીત માટે 169 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટો ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જેમાં કોહલી અને હાર્દિકની દામદાર ફિફ્ટી સામેલ છે. ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લિશ ટીમને હવે 169 રનોનો ટાર્ગેટ મળ્યો હતો.


ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જૉસ બટલરે 49 બૉલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 80 રનની ઇનિંગ રમી હતી, જ્યારે એલેક્સ હેલ્સે 47 બૉલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 86 રનની ઇનિંગ રમી હતી. બન્નેએ અંત સુધી ક્રિઝ પર રહીને ટીમને જીત અપાવી હતી. 


કોહલી-હાર્દિકની દમદાર બેટિંગ
ભારતીય ટીય તરફથી જોઇએ તો રન મશીન કોહલીએ ફરી એકવાર એડિલેડમાં પોતાનો દમ બતાવ્યો હતો. કોહલીએ 40 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન ફટકાર્યા હતા, તો સામે હાર્દિક પંડ્યાએ પણ તોફાની બેટિંગ કરતાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 63 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. 


ભારતીય ટીમ 
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.


ઇંગ્લેન્ડ ટીમ 
જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલ સૉલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, મોઇન અલી, લિયામ લિવિંગસ્ટૉન, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.