ખરેખરમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 95.5 ઓવર રમીને 329 રન બનાવ્યા, પરંતુ ભારતીય ટીમના આ સ્કૉરમાં એકપણ એક્સ્ટ્રા રન ન હતા. આમ એકપણ એક્સ્ટ્રા રન લીધા વિના 329 રન જેટલો વિશાળ સ્કૉર કરનારી ટીમ ઇન્ડિયા એકમાત્ર ટીમ બની ગઇ છે.
આ પહેલા એકપણ એક્સ્ટ્રા રન લીધા વિના 328 રન પાકિસ્તાની ટીમે કર્યો હતો, પાકિસ્તાની ટીમે 1955માં લાહોરમાં ભારતીય ટીમની સામે જ રેકોર્ડ નોંધાવ્યો હતો. તે સમયે પાકિસ્તાની ટીમે 187.5 ઓવર રમી હતી અને 328 રન કર્યા હતા, આમાં એકપણ એકસ્ટ્રા રન સામેલ ન હતા. આમ હવે આ રેકોર્ડ ભારતીય ટીમના નામે 66 વર્ષ બાદ નોંધાયો છે.