IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 7 વિકેટથી મેચ જીતી લીધી છે. જો રુટ અને જોની બેયરસ્ટોના શાનદાર શતક સાથે ઈંગ્લેન્ડે ભારતને 7 વિકેટથી હાર આપી હતી. આ સાથે ઈંગ્લેન્ડે 5 ટેસ્ટ મેચની સીરીઝ 2-2થી ડ્રો કરાવી છે.
ભારતે ઈંગ્લેન્ડ સામે પહેલી ઈનિંગમાં ઋષભ પંતના શાનદાર શતક સાથે ભારતે કુલ 416 રન બનાવ્યા હતા જેની સામે ઈંગ્લેન્ડે ફક્ત 284 રન બનાવ્યા હતા અને ભારતને 132 રનની લીડ મળી હતી. ત્યાર બાદ બીજી ઈનિંગમાં ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતની શાનદાર ઈનિંગ સાથે ભારતે કુલ 245 રન બનાવ્યા હતા. આમ ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો. આમ છતાં ઈંગ્લેન્ડના બેટ્સમોને શાનદાર બેટિંગ કરતાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું.
આ પહેલાં પણ ભારતે મોટો ટાર્ગેટ અને મોટી લીડ મેળવી હોવા છતાં ઘણી મેચ હારી હતી. જેમાં 1977માં ભારતે ઓસ્ટ્રેલિયાને 339 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ મેચમાં ભારતની હાર થઈ હતી. બીજી તરફ મોટી લીડની વાત કરીએ તો વર્ષ 2015માં ભારતે શ્રીલંકાને 192 રનની લીડ આપી હોવા છતાં ભારતની હાર થઈ હતી.
ભારતે આ ટીમોને જંગી ટાર્ગેટ આપ્યો છતાં ભારત હાર્યુંઃ
ઈંગ્લેન્ડ સામે 378 રનનો ટાર્ગેટ - એજબેસ્ટન - વર્ષ 2022
ઓસ્ટ્રેલિયા સામે 339 રનનો ટાર્ગેટ - પર્થ - વર્ષ 1977
વેસ્ટ ઈન્ડિઝ સામે 276 રનનો ટાર્ગેટ - દિલ્હી - વર્ષ 1987
સાઉથ આફ્રિકા સામે 240 રનનો ટાર્ગેટ - જ્હોનિસબર્ગ - વર્ષ 2022
પહેલી ઈનિંગમાં સૌથી મોટી લીડ મેળવી છતાં આ ટીમો સામે ભારત હાર્યુંઃ
192 રનની લીડ - શ્રીલંકા સામે - ગાલે - 2015
132 રનની લીડ - ઈંગ્લેન્ડ સામે - એજબેસ્ટન - 2022
80 રનની લીડ - ઓસ્ટ્રેલિયા સામે - એડિલેઈડ - 1992
69 રનની લીડ - ઓસ્ટ્રેલિયા સામે - સીડની - 2008