India Vs England 5th Test: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પકડ ઢીલી પડી ચુકી છે. 378 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 298 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડને જીત માટે હવે 80 રનની જરુર છે. આ સાથે ઈંગ્લેન્ડ પાસે હજી 7 વિકેટ બાકી છે.


ટીમ ઈન્ડિયા ઉપર એજબેસ્ટનમાં કરવામાં આવેલી ભૂલો ભારે પડી રહી છે. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠૌરે સ્વીકાર કર્યું છે કે, ભારતને કેચ છોડવા અને કેટલાક ખોટા નિર્ણય મેચની હાલની સ્થિતિનું કારણ હોઈ શકે છે કારણ કે ઈંગ્લેન્ડની ટીમને મજબૂત રીતે વાપસી કરવાનો મોકો મળી ગયો છે.


ભારતે જે ખોટા નિર્ણયો લીધા તેમાં ઋષભ પંતનું મહત્વનું યોગદાન છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જસપ્રિત બુમરાહ થોડા સમય માટે મેદાનની બહાર ગયો હતો. આ દરમિયાન વાઈસ કેપ્ટન ઋષભ પંતે ટીમની કમાન સંભાળી હતી. પંતે થોડા જ સમયમાં બે ખોટા નિર્ણયો લઈને બે રિવ્યું ગુમાવી દીધા હતા.


પંતે આ ખોટા નિર્ણય લીધાઃ
31મી ઓવરમાં જાડેજાના બોલ પર ઋષભ પંતે ખોટો રિવ્યુ લીધો હતો. જો રુટના પેડ સાથે બોલ ટકરાયો અને ફિલ્ડર પાસે ગયો હતો. બોલ સ્ટમ્પની પહાર હતી. પરંતુ પંતે ઉતાવળમાં રિવ્યુ લીધો જે બરબાદ થયો હતો. આ પછીની જ ઓવરમાં શમીના બોલ પર ઋષભ પંતે ખોટો રિવ્યુ લીધો હતો.


મહત્વનું છે કે, ઈન્ડિયાને મેચમાં બનાવી રાખવા માટે ઋષભ પંતનું મહત્વનું યોગદાન છે. પંતે પહેલી ઈનિંગમાં શતક લગાવીને અને બીજી ઈનિંગમાં ફિફ્ટી સાથે સારો સ્કોર કર્યો હતો. પંતના કારણે જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સામે મોટો સ્કોર કરવામાં સફળતા મળી હતી.


આ પણ વાંચોઃ


ગુજરાતમાં 8-9 જુલાઇ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા