ટીમ ઇન્ડિયા તરફથી જે સંકેત મળી રહ્યાં છે, તે પ્રમાણે, બીજી ટેસ્ટમાં અક્ષર પટેલનુ ડેબ્યૂ નક્કી છે. આ ઉપરાંત કુલદીપ યાદવને ટીમમાં વૉશિંગટન સુંદરની જગ્યાએ મોકો મળી શકે છે. એક ઓલરાઉન્ડર તરીકે સુંદરે ટીમમાં સારુ પ્રદર્શન કર્યુ છે, પરંતુ હાલ ત્રીજી સ્પિન બૉલરની ભૂમિકામાં ખરો નથી ઉતરી શક્યો. એટલે બીજી ટેસ્ટ રમવાની સંભાવના ઓછી છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર/કુલદીપ યાદવ, આર.અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.