Yuzvendra Chahal Record: લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે લોર્ડ્સમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડેમાં ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં તેણે 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેના નામે એક મોટો રેકોર્ડ બની ગયો છે.
લોર્ડ્સમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય
વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં લોર્ડ્સમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે જો રૂટ, બેન સ્ટોક્સ, જોની બેયરસ્ટો અને મોઈન અલીને પેવેલિયન ભેગા કર્યા હતા.
બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 247 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 47 રન બનાવ્યા હતા. આ સાથે જ ડેવિડ વિલીએ 41 રનની ઇનિંગ રમી હતી. ભારત માટે યુઝવેન્દ્ર ચહલે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. લેગ સ્પિનરે 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ભારત માટે યુઝવેન્દ્ર ચહલે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. લેગ સ્પિનરે 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ બે મહત્વની વિકેટ ઝડપી હતી.
લોર્ડ્સમાં રમાયેલી બીજી વન-ડેમાં યજમાન ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 100 રનથી હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ 1-1ની બરાબરી કરી હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 246 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 146 રન જ બનાવી શકી હતી.
ઈંગ્લેન્ડની આ જીતનો હીરો ફાસ્ટ બોલર રીસ ટોપલે રહ્યો હતો. તેણે 9.5 ઓવરમાં 2 મેડન્સ સાથે માત્ર 24 રન આપીને 6 વિકેટ લીધી હતી. ટોપલેએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપી છે. ટોપલેએ રોહિત શર્મા, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પોતાનો શિકાર બનાવ્યા હતા. લોર્ડ્સમાં ઈંગ્લિશ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.