IND vs IRE 1st T20I: પ્રથમ ટી20માં ભારતની જીત, DL પદ્ધતિથી આવ્યું પરિણામ

IND vs IRE T20I Score Live: અહીં તમને ભારત અને આયર્લેન્ડની પ્રથમ T20 નો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 18 Aug 2023 10:56 PM
ભારતે આયર્લેન્ડને 2 રને હરાવ્યું

ભારતે પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમ 3 T20 મેચોની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવ્યો હતો. આ વરસાદ બાદ રમત ફરી શરૂ થઈ શકી નથી. જો કે ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવી હતી.

વરસાદના કારણે રમત રોકવી પડી

ડબલિનમાં વરસાદને કારણે રમત રોકવી પડી હતી. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ ઉપરાંત તિલક વર્મા પેવેલિયન પરત ફર્યા છે. અત્યારે ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. હવે ભારતીય ટીમને જીતવા માટે 93 રનની જરૂર છે.

પ્રથમ ટી20 જીતવા માટે 140 રનનો ટાર્ગેટ

આયર્લેન્ડે ભારતને પ્રથમ ટી20 જીતવા માટે 140 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. બેરી મેક્કાર્થીએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. કર્ટિસ કેમ્ફરે 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી.

બધાની નજર બેરી મેકગ્રા અને કર્ટિસ કેમ્ફર પર

આયર્લેન્ડનો સ્કોર 15 ઓવર પછી 6 વિકેટે 85 રન છે. બેરી મેકગ્રા અને કર્ટિસ કેમ્પરે સાતમી વિકેટ માટે 27 બોલમાં 27 રનની ભાગીદારી નોંધાવી હતી. બેરી મેકગ્રા 17 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કર્ટિસ કેમ્ફર 22 બોલમાં 25 રન બનાવીને ક્રિઝ પર છે.

આયર્લેન્ડને છઠ્ઠો ફટકો લાગ્યો

ભારતીય સ્પિનર ​​રવિ બિશ્નોઈએ આયર્લેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો છે. રવિ બિશ્નોઈએ માર્ક અડાયરને આઉટ કર્યો. માર્કે 16 બોલમાં 16 રનનું યોગદાન આપ્યું હતું. હવે આયર્લેન્ડનો સ્કોર 11 ઓવર બાદ 6 વિકેટે 59 રન છે.

રવિ બિશ્નોઈએ પોલ સ્ટર્લિંગને બોલ્ડ કર્યો

રવિ બિશ્નોઈએ તેની પહેલી જ ઓવરમાં પોલ સ્ટર્લિંગને બોલ્ડ આઉટ કર્યો હતો. આ રીતે આયર્લેન્ડને ચોથો ઝટકો લાગ્યો છે. હવે આયર્લેન્ડનો સ્કોર 6 ઓવરમાં 4 વિકેટે 30 રન છે. પોલ સ્ટર્લિંગે 11 બોલમાં 11 રનનું યોગદાન આપ્યું હતું.

જસપ્રીત બુમરાહનું શાનદાર પુનરાગમન

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ઈજા બાદ શાનદાર વાપસી કરી છે. જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં આયર્લેન્ડના 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ભારતીય ફાસ્ટ બોલરે એન્ડ્ર્યુ બલબિર્ની અને લોર્કન ટક્કરને પોતાનો શિકાર બનાવ્યો હતો. આયર્લેન્ડનો સ્કોર 1 ઓવર પછી 2 વિકેટે 5 રન છે.

આયર્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

પોલ સ્ટર્લિંગ (સી), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકક્ર (વિકી), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેક્કાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટિલ અને બેન્જામિન વ્હાઇટ.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) અને રવિ બિશ્નોઈ.

જસપ્રીત બુમરાહે ટોસ જીત્યો

ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે પ્રથમ T20માં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી બે ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યા છે. રિંકુ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ણા ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે


.





આયર્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

એન્ડ્રુ બાલબર્ની, પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), લોર્કન ટકર, હેરી ટેક્ટર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, કર્ટિસ કેમ્ફર, માર્ક અડાયર, જોશુઆ લિટિલ, બેરી મેક્કાર્થી અને બેન્જામિન વ્હાઇટ.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.

બ્રેકગ્રાઉન્ડ

Ireland vs India, 1st T20I: ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ હવેથી થોડા સમય પછી રમાશે. આ મેચ ડબલિનના ધ વિલેજમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે.


ટીમ ઈન્ડિયા આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ઘણા યુવા ખેલાડીઓથી સજ્જ છે. આ શ્રેણીમાં એક અલગ ટીમ ભારતે મોકલી છે, કારણ કે મુખ્ય ટીમ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપની તૈયારી કરી રહી છે. IPL સ્ટાર રિંકુ સિંહ આયર્લેન્ડ સામેની પ્રથમ T20માં ડેબ્યૂ કરી શકે છે. આ સાથે શિવમ દુબે પણ લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી શકે છે.


ભારત-આયર્લેન્ડ મેચ પર વરસાદનું વિઘ્ન


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડબલિનનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ સિવાય 15-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ 6 મીમી વરસાદ પડશે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે પ્રથમ T20 મેચ દરમિયાન, વરસાદ સતત પરેશાન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 T20 મેચોની પ્રથમ મેચ શુક્રવારે ડબલિનમાં રમાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.