IND Vs IRE, 2nd T20: ભારતે બીજી T20 મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું, શ્રેણી 2-0થી જીતી

IND Vs IRE 2nd T20 Live Updates: અહીં તમને ભારત અને આયર્લેન્ડની બીજી T20 નો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો મળશે.

gujarati.abplive.com Last Updated: 20 Aug 2023 11:01 PM
આયર્લેન્ડને 33 રને હરાવી ભારતે સિરીઝ જીતી

ભારતે 3 T20 શ્રેણીની બીજી મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવ્યું છે. આ રીતે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે. આયર્લેન્ડને મેચ જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ યજમાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ માટે ઓપનર એન્ડ્ર્યુ બલબિર્નીએ 51 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિશ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 1 સફળતા મળી.

જસપ્રિત બુમરાહની ઓવરમાં 4 રન આવ્યા

આયર્લેન્ડનો સ્કોર 12 ઓવર પછી 4 વિકેટે 81 રન છે. જસપ્રિત બુમરાહે 12મી ઓવરમાં 4 રન બનાવ્યા હતા. હવે આયર્લેન્ડને જીતવા માટે 48 બોલમાં 102 રન બનાવવા પડશે.

રવિ બિશ્નોઈએ ત્રીજી સફળતા અપાવી

રવિ બિશ્નોઈએ પોતાની પહેલી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવી હતી. હવે આયર્લેન્ડનો સ્કોર 6 ઓવર બાદ 3 વિકેટે 31 રન છે.

આયર્લેન્ડને બીજો ઝટકો લાગ્યો

પોલ સ્ટર્લિંગ પછી પ્રસિદ્ધ ક્રિશ્નાએ લોર્કન ટકરને પોતાનો શિકાર બનાવ્યો. આ રીતે આયર્લેન્ડને બીજો ઝટકો લાગ્યો છે. હવે આયર્લેન્ડનો સ્કોર 4 ઓવર પછી 2 વિકેટે 22 રન છે. આયર્લેન્ડ તરફથી એન્ડ્રુ બાલ્બિર્ની અને હેરી ટેક્ટર ક્રિઝ પર છે.

ભારતે આયર્લેન્ડને આપ્યો 186 રનનો ટાર્ગેટ, ઋતુરાજની ફિફ્ટી

ભારતે આયર્લેન્ડને આપ્યો 186 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી સૌથી વધુ રન ઋતુરાજે 58 કર્યા હતા. આ ઉપરાંત રિંન્કુ સિંહે પણ વિસ્ફોટક બેટિંગ કરતા 21 બોલમાં 38 રન બનાવ્યા હતા.

ઋતુરાજ ગાયકવાડ પેવેલિયન પરત ફર્યો

બેરી મેક્કાર્થીએ ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો આપ્યો હતો. બેરીએ ઓપનર ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. આ રીતે બેરીને બીજી સફળતા મળી. ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ શિવમ દુબે બેટિંગ કરવા આવ્યો છે. ભારતનો સ્કોર 4 વિકેટે 130 રન છે.

સંજુ સેમસન પેવેલિયન પરત ફર્યો

ભારતીય ટીમને સંજુ સેમસનના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. સંજુ સેમસને 26 બોલમાં 40 રન બનાવ્યા હતા. તો બીજી તરફ, હવે સંજુ સેમસનની જગ્યાએ રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો છે. ભારતનો સ્કોર 13 ઓવર પછી 3 વિકેટે 108 રન છે.

ભારતનો સ્કોર 9 ઓવર પછી 2 વિકેટે 75 રન

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 ઓવર બાદ 2 વિકેટે 72 રન છે. ઋતુરાજ ગાયકવાડ 28 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે સંજુ સેમસન 13 બોલમાં 14 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 29 બોલમાં 38 રનની ભાગીદારી થઈ છે.

યશસ્વી જયસ્વાલ બાદ તિલક વર્મા પેવેલિયન પરત ફર્યો

બેરી મેક્કાર્થીએ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો આપ્યો છે. તિલક વર્માને બેરી મેક્કાર્થીએ આઉટ કર્યો હતો. તિલક વર્માએ 2 બોલમાં 1 રન બનાવ્યો હતો. આ રીતે ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. તિલક વર્માની જગ્યાએ સંજુ સેમસન બેટિંગ કરવા આવ્યો છે. ભારતનો સ્કોર 4.3 ઓવર બાદ 2 વિકેટે 36 રન છે.

આયર્લેન્ડ પ્લેઇંગ-11

પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર(વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક અડાયર, બેરી મેક્કાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ અને બેન્જામિન વ્હાઇટ.

આયર્લેન્ડે ટોસ જીત્યો

આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

IND Vs IRE 2nd T20 Live Updates: આજે 20 ઓગસ્ટ, રવિવારે સાંજે ભારત અને આયરલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ પ્રથમ ટી20 2 રન ડકવર્થ લૂઇસના નિયમથી જીતી લીધી હતી, આજે ફરી એકવાર ડબલિનમાં મુકાબલો થશે. ભારતીય ટીમ અત્યારે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-0થી આગળ છે. આ બધાની વચ્ચે ખાસ વાત છે કે, પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી હવે લેટેસ્ટ રિપોર્ટ્ છે કે આજની બીજી ટી20 પણ વરસાદમાં ધોવાઇ જઇ શકે છે. જાણો શું છે આજનું હવામાન.


 






મેચમાં વરસાદ પડશે કે નહીં ?
ભારત-આયરલેન્ડ સીરીઝની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં વરસાદ શરૂ થયો હતો. આ કારણે મેચ રદ્દ કરવી પડી હતી, અને પરિણામ ડકવર્થ-લૂઈસના નિયમથી આવ્યુ હતુ, હવે આજે રવિવારે પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસની શરૂઆતમાં આકાશ ચોખ્ખુ અને સ્વચ્છ રહેશે, પરંતુ બપોરે 12 વાગ્યા પછી હળવો વરસાદ પડી શકે છે. જો આપણે ડબલિનના તાપમાનની વાત કરીએ તો અહીં 16 ડિગ્રી સેલ્સિયસથી 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહી શકે છે.


ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટી20 મેચમાં આયરલેન્ડ 7 વિકેટો ગુમાવીને 139 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 2 વિકેટો ગુમાવીને 47 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે ડકવર્થ લૂઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ હિસાબે ટીમ ઈન્ડિયા 2 રન આગળ હતી. જેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટો ઝડપી હતી, જ્યારે અર્શદીપ સિંહને એક સફળતા મળી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.