India Squad for Ireland Tour: ભારતીય ક્રિકેટ ટીમ  જૂન મહિનાના અંતમાં આયરલેન્ડના પ્રવાસે જઈ રહી છે. આયરલેન્ડ સામે ભારત ટી20 સીરીઝ રમશે ત્યારે BCCIએ આ પ્રવાસ દરમિયાન ભારતના ક્રિકેટરોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ગુજરાતી ક્રિકેટર હાર્દીક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારને વાઈસ કેપ્ટન બનાવાયો છે. મહત્વનું છે કે, હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી અને હવે હાર્દિક ભારતીય ટીમનું આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરશે.


ટીમ ઈન્ડિયાની સ્કોડઃ
હાર્દિક પંડ્યા (C), ભુવનેશ્વર કુમાર (vc), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (wk), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આર. બિશ્નોઈ, હર્ષલ પટેલ , અવેશ ખાન , અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.






ટીમ આયરલેન્ડની જાહેરાતઃ
આયરલેન્ડે બુધવારે ભારત સામેની બે મેચની T20I શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી. આ ટીમમાં ટોપ ઓર્ડર બેટ્સમેન સ્ટીફન ડોહેની અને ફાસ્ટ બોલર કોનોર ઓલ્ફર્ટને પ્રથમ વખત તક આપવામાં આવી છે. બંને ખેલાડીઓએ તાજેતરમાં જ ક્રિકેટ આયર્લેન્ડ દ્વારા રિટેનર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને હવે 26 અને 28 જૂનના રોજ મલાહાઇડમાં ભારતનો સામનો કરવા માટે 14 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના ઓફ સ્પિન ઓલરાઉન્ડર સિમી સિંઘને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ડાબોડી બેટ્સમેન એન્ડ્ર્યુ મેકબ્રાઈન અને લેગ સ્પિનર ઓલરાઉન્ડર તરીકે ગેરેથ ડેલાનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.