IND vs IRE: ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું, રોહિતની ફિફ્ટી

T20 World Cup 2024, IND vs IRE: અહીં તમને ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Jun 2024 11:03 PM

બ્રેકગ્રાઉન્ડ

ICC Mens T20 World Cup 2024, India vs Ireland: ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચ આજે એટલે કે બુધવાર, 5 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ...More

ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું

2024 T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને માત્ર 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 13મી ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 37 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિષભ પંત 26 બોલમાં 36 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે બોલિંગમાં હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને બે-બે સફળતા મળી છે.