IND vs IRE 1st T20: હાર્દિક પંડ્યાની આગેવાનીમાં આજે ભારતીય ટીમ આયરલેન્ડ સામે પ્રથમ ટી20 મેચ રમવા મેદાનમાં ઉતરશે. આજની મેચ ડબલિનના ધ વિલેઝ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાશે. આજની મેચમાં હાર્દિક પંડ્યાને સૂર્યકુમાર યાદવ, ભુવનેશ્વર કુમાર અને દિશન કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓનો સાથ મળશે. આજની મેચમાં ફાસ્ટ બૉલર ઉમરાન મલિક પણ રમતો જોવા મળી શકે છે. 


જાણો આજની ડબલિનની પીચ કેવી છે, અહીં કોણ જીત્યુ છે સૌથી વધુ મેચ ને કેટલો નોધાયો છે હાઇએસ્ટ સ્કૉર -


પીચ રિપોર્ટ -
અહીંની પીચ બેટ્સમેનોને ખુબ મદદ કરે છે. છેલ્લી પાંચ ટી20 મેચોમાં અહીં ત્રણ વાર પહેલા બેટિંગ કરનારી ટીમ 180+ નો સ્કૉર બનાવી ચૂકી છે. ખાસ વાત છે કે બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમોએ લક્ષ્યને આસાનીથી ચેઝ કર્યા છે. અહીં પહેલા રમાયેલી ત્રણ મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમોએ અહીં 200+ રન બનાવ્યા છે. સ્કૉટલેન્ડની ટીમે અહીં 3 વિકેટે 252 રનોનો વિશાળ સ્કૉર બનાવી દીધો હતો. આવામાં અહીં કહી શકાય કે અહીંની પીચ પર ખુબ રન વરસશે. 


ટૉસની ભૂમિકા - 
આ મેદાનમાં રમાયેલી 14 મેચોમાંથી 8 મેચોમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. વળી, 6 મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમે જીત હાંસલ કરી છે. આવામાં કહી શકાય કે ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનુ પસંદ કરી શકે છે. 


 


ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ક્યારે થશે?


ભારત અને આયર્લેન્ડ વચ્ચે આ મેચ 26 જૂને રાત્રે 9 વાગે રમાશે.


ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?


પ્રથમ T20 ડબલિનના 'ધ વિલેજ' ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


કઈ ચેનલ ભારત-આયર્લેન્ડ T20 મેચનું પ્રસારણ કરશે?


સિરીઝની બંને મેચ સોની સિક્સ અને સોની સિક્સ એચડી પર પ્રસારિત કરવામાં આવશે.


ભારત-આયર્લેન્ડ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?


સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ પર જોઈ શકાશે.


 


ટી20 શ્રેણીનું શેડ્યૂલ


1લી T20: (26 જૂન 2022)


બીજી T20: (28 જૂન 2022)


સમય: રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે (ભારતીય સમય મુજબ)


સ્થળ: માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ