નવી દિલ્હીઃ ભારત અને આયરલેન્ડ વચ્ચે મેચની T20 સીરિઝની પ્રથમ મેચ આજે (26 જૂન) ડબલિનમાં રમાશે. આ મેચ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે ખૂબ જ ખાસ રહેશે કારણ કે પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવા જઇ રહ્યો છે. હાર્દિકે તેની કેપ્ટનશિપમાં IPL 2022માં ગુજરાત ટાઇટન્સ (GT)ને ચેમ્પિયન બનાવી હતી.


લક્ષ્મણ મુખ્ય કોચ રહેશે


નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા વીવીએસ લક્ષ્મણ આ સીરિઝમાં કોચની ભૂમિકા ભજવી રહ્યો છે કારણ કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડમાં છે. આયરલેન્ડ સામેની આ બંને મેચો આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપ માટે 'કોર ગ્રુપ' તૈયાર કરવામાં મદદ કરશે.


સંજુ સેમસન ક્ષમતા બતાવવા માંગશે


ટેસ્ટ ટીમમાં ઋષભ પંત અને શ્રેયસ ઐયરની સાથે સંજુ સેમસન અને દીપક હુડા જેવા ખેલાડીઓને આયરલેન્ડ સામેની સીરિઝમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. અનેક તક મળી છતાં સંજૂ સેમસન ટી-20 ટીમમાં પોતાનું સ્થાન જમાવી શક્યો નથી. આવી સ્થિતિમાં આ તક તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.


સૂર્યકુમાર પણ પરત ફર્યો


સૂર્યકુમાર યાદવ ત્રીજા કે ચાર નંબર પર બેટિંગ કરે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ઓપનર ઈશાન કિશને સારુ પ્રદર્શન કર્યું છે. અન્ય ઓપનર ઋતુરાજ ગાયકવાડ પર પણ તમામનું ધ્યાન રહેશે. ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને યોર્કર સ્પેશ્યાલિસ્ટ અર્શદીપ સિંહ પણ તેમના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયાના સંભવિત 11


 હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક


 


Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત


Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો


Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો


SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે