IND vs IRE:  ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચની T20 સીરિઝની પ્રથમ મેચ આજે (26 જૂન) ડબલિનમાં રમાશે. આ મેચ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે ખૂબ જ ખાસ રહેશે કારણ કે પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવા જઇ રહ્યો છે. હાર્દિકે તેની કેપ્ટનશિપમાં IPL 2022માં ગુજરાત ટાઇટન્સ (GT)ને ચેમ્પિયન બનાવી હતી.


નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા વીવીએસ લક્ષ્મણ આ સીરિઝમાં કોચની ભૂમિકા ભજવી રહ્યો છે કારણ કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડમાં છે. આયરલેન્ડ સામેની આ બંને મેચો આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપ માટે 'કોર ગ્રુપ' તૈયાર કરવામાં મદદ કરશે.


ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ક્યારે થશે?


ભારત અને આયર્લેન્ડ વચ્ચે આ મેચ 26 જૂને રાત્રે 9 વાગે રમાશે.


ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?


પ્રથમ T20 ડબલિનના 'ધ વિલેજ' ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


કઈ ચેનલ ભારત-આયર્લેન્ડ T20 મેચનું પ્રસારણ કરશે?


સિરીઝની બંને મેચ સોની સિક્સ અને સોની સિક્સ એચડી પર પ્રસારિત કરવામાં આવશે.


ભારત-આયર્લેન્ડ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?


સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ પર જોઈ શકાશે.


ટી20 શ્રેણીનું શેડ્યૂલ


1લી T20: (26 જૂન 2022)


બીજી T20: (28 જૂન 2022)


સમય: રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે (ભારતીય સમય મુજબ)


સ્થળ: માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ




સૂર્યકુમાર પણ પરત ફર્યો


સૂર્યકુમાર યાદવ ત્રીજા કે ચાર નંબર પર બેટિંગ કરે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ઓપનર ઈશાન કિશને સારુ પ્રદર્શન કર્યું છે. અન્ય ઓપનર ઋતુરાજ ગાયકવાડ પર પણ તમામનું ધ્યાન રહેશે. ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને યોર્કર સ્પેશ્યાલિસ્ટ અર્શદીપ સિંહ પણ તેમના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયાના સંભવિત 11


 હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક