IND vs NZ: જયપુરમાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચના પ્રારંભ સાથે ટીમ ઈન્ડિયાના નિયમિત ટી-૨૦ કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ શરૃ થઈ જશે. યુએઈમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં સુપર-૧૨માં જ બહાર ફેંકાયેલી ભારતીય ટીમ ટી-૨૦ની સાથે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ પણ શરૂ કરી દેશે. આજની મેચમાં વધુ એક ગુજરાતી ડેબ્યૂ કરી શકે છે. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા હર્ષલ પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.


પિચ રિપોર્ટ


જયપુરમાં આજે સાંજે ૭.૦૦ વાગ્યાથી શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચનો પ્રારંભ થશે. ન્યૂઝીલેન્ડની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલના ત્રીજા જ દિવસે ભારતમાં ટી-૨૦ શ્રેણી રમવા ઉતરશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ટી20 રમાઈ નથી, જ્યારે આ મેદાનમાં આઈપીએલની મેચો રમાઈ છે. આ પિચ હાઈસ્કોરિંગ છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનારી ટીમને ફાયદો મળી શકે છે.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકિપર), દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ


કઇ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝની મેચો સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકાશે, જેમાં Star Sports 1, Star Sports 1 HD, Star Sports 3 અને Star Sports 3 HD, and DD Sports પરથી મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ સાંજે 7 વાગ્યાથી થશે.


ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ- 


ટી20 સીરીઝ-
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા


ટેસ્ટ સીરીઝ-
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ


ન્યૂઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.