દુબઇઃ ભારત અને  ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ ટી-20 સીરિઝની પ્રથમ મેચ જયપુરમાં રમાશે. આ સીરિઝમાં રોહિત શર્માને વિરાટ કોહલીના સ્થાન પર ટી-20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રાહુલ દ્રવિડ પણ પ્રથમવાર ટીમ ઇન્ડિયાના કોચના રૂપમાં જોવા મળશે. આ સીરિઝમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.


ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અત્યાર સુધી છ મેચ રમી છે. આ મેચમાં ભારતે બે મેચ જીતી છે જ્યારે કીવી ટીમે ત્રણ મેચમાં જીત મેળવી છે. એટલે કે આંકડાઓ ન્યૂઝિલેન્ડના પક્ષમાં છે પરંતુ રોહિત શર્મા પાસે શાનદાર તક છે. બંન્ને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 18 મેચ રમાઇ છે જેમાં નવ મેચમાં ન્યૂઝિલેન્ડને જીત મળી છે જ્યારે છ મેચમાં ભારતનો વિજય થયો હતો. જ્યારે બે મેચ ટાઇ રહી હતી તો એક મેચ પરિણામ વિના ખત્મ થઇ હતી.


ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે. આ બંન્ને બેટ્સમેન લાંબા સમયથી ટીમ ઇન્ડિયા માટે સારુ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે ત્રીજા ક્રમ પર ઇશાન કિશન ફિટ છે. ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી શકે છે. પાંચમા ક્રમ પર શ્રેયસ ઐય્યરને પણ તક આપવામાં આવી શકે છે.


છઠ્ઠા ક્રમ પર વિકેટકીપ બેટ્સમેન ઋષભ પંતનું સ્થાન નક્કી છે. જ્યારે સાતમા ક્રમ પર ઓલરાઉન્ડર અક્ષર પટેલને તક મળી શકે છે. અક્ષર પટેલ બોલિંગની સાથે બેટિંગ કરી શકે છે. ઝડપી બોલિંગમાં મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને હર્ષલ પટેલને તક મળી શકે છે. આર.અશ્વિનને પણ ટીમમાં તક આપવામાં આવી શકે છે.


IND vs NZ: કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કહી આ મોટી વાત, રાહુલ દ્રવિડે શું કહ્યું ? જાણો વિગત


 


ICC Announcement: 2031 સુધીમાં ભારત 3 આઈસીસી ઈવેન્ટની કરશે યજમાની, પાકિસ્તાન પણ બન્યું હોસ્ટ


 


રૂપાણીએ સ્ટેજ પર જ ભાજપના કયા ધારાસભ્યને ધમકાવ્યા, મોકરિયા વચ્ચે પડ્યા તો તેમને પણ કહ્યું, તમે બેસી જાવ