IND vs NZ 1st ODI Live: બ્રેસવેલની 140 રનની આક્રમક ઈનિંગ એળે ગઈ, રોમાંચક મેચમાં ભારતનો 12 રનથી વિજય

શ્રીલંકા સીરિઝમાં એક પણ વન-ડે ન રમનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી છે કે ઇશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે

gujarati.abplive.com Last Updated: 18 Jan 2023 09:54 PM
બ્રેસવેલે છેલ્લી ઓવર સુધી કર્યા શ્વાસ અદ્ધર

ભારતે મેચ જીતવા આપેલા 350ના ટાર્ગેટનો પીછો કરતી વખતે ન્યુઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતનો 12 રને રોમાંચક વિજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી બ્રેસલવેલે 78 બોલમાં 140 રન અને સેન્ટરનરે 45 બોલમાં 57 રન બનાવ્યા હતા. બંનેએ સાતમી વિકેટ માટે 162 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ કરી હતી. ભારત તરથી મોહમ્મદ સિરાજે 46 રનમાં 4 વિકેટ, શમીએ 69 રનમાં 1 વિકેટ, હાર્દિક પંડ્યાએ 70 રનમાં 1 વિકેટ, કુલદીપ યાદવે 43 રનમાં 2 વિકેટ તથા શાર્દુલ ઠાકુરે 54 રનમાં બે વિકેટ લીધી હતી.

સેન્ટરની પણ ફિફટી

બ્રેસવલે આક્રમક સદી ફટકાર્યા બાદ સેન્ટરે પણ અડધી સદી ફટકારી છે. 44 ઓવરના અંતે કિવી ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 285 રન છે. સેન્ટનર 52 અને બ્રેસવેલ 106 રને રમતમાં છે.

બ્રેસવેલ સિક્સ મારી પૂરી કરી સદી

બ્રેસવેલ 58 બોલમાં સદી પૂરી કરી. તેણે 11 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા છે.  ન્યુઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી સદી ફટકારનારો ત્રીજો ખેલાડી બન્યો. સેન્ટનર 39 રને રમતમાં છે.  પ્રવાસી ટીમને જીતવા 7 ઓવરમાં 76 રનની જરૂર છે.

7મી વિકેટ માટે 100 રનની ભાગીદારી

માઇકલ બ્રેસવેલ - મિચેલ સેન્ટનરે સાતમી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ કરી છે. દર વખતની જેમ ભારતને ટેલેન્ડર લડત આપી રહ્યા છે. ન્યુઝીલેન્ડને જીતવા 55 બોલમાં 95 રનની જરૂર છે, જ્યારે ભારતને 4 વિકેટની જરૂર છે.

કુલદીપની ડબલ ધમાલ

ન્યુઝીલેન્ડે 350 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે 4 વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા છે. કુલદીપ યાદવે ભારતને ચોથી સફળતા અપાવી.

કુલદીપે અપાવી ત્રીજી સફળતા

ચાઈનામેન બોલર કુલદીપ યાદવે નિકોલસને 18 રને બોલ્ડ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી છે. 16 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 79 રન છે.

ભારતને બીજી સફળતા

શાર્દુલ ઠાકુરે એલનને 40 રનના સ્કોર પર આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી. 13 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 70 રન છે.

ભારતને પ્રથમ સફળતા

મોહમ્મદ સિરાજે કોન્વેને 10 રનના સ્કોર પર કુલદીપ યાદવના હાથે કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી. ન્યુઝીલેન્ડનો સ્કોર 6 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 28 રન છે. 

કીવી ટીમના બૉલરો નિરાશ

મેચની વાત કરીએ તો, કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને આજે પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. કીવી ટીમની વાત કરીએ તો બૉલિંગ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમમાંથી ડેરિલ મિશેલને સૌથી વધુ 2 વિકેટ મળી શકી હતી, આ સિવાય ફર્ગ્યૂસન, ટિકનેર અને સેન્ટનર એક-એક વિકેટો મેળવવામાં સફળ રહ્યાં હતા.

ભારતીય ટીમની શાનદાર બેટિંગ

પ્રથમ બેટિંગ કરવા ઉતેરેલી ભારતીય ટીમે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ, નિર્ધારિત 50 ઓવરના અંતે 8 વિકેટના 349 રન બનાવ્યા હતા, જ્યારે કીવી ટીમને જીત માટે 350 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, આ ઇનિંગમાં યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે શાનદાર બેટિંગ કરતાં કેરયિરની પ્રથમ વનડે બેવડી સદી ફટકારી હતી, ગીલે 149 બૉલનો સામનો કરીને 19 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 208 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની વાત કરીએ તો ગીલની બેવડી સદી ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા 34 રન, સૂર્યકુમાર યાદવ 31 રન અને હાર્દિક પંડ્યાએ 28 રનની નાની ઇનિંગ રમી હતી. 

ભારતે ન્યૂુઝીલેન્ડને આપ્યો 350 રનોનો ટાર્ગેટ

ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વનડેમાં ભારતીય ટીમે દમદાર બેટિંગનો નજારો બતાવ્યો છે, ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ હરીફ ટીમને 300થી વધુ રનોનો ટાર્ગેટ જીત માટે આપ્યો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા યજમાન કીવી ટીમને નિર્ધારિત 50 ઓવરમાં જીત માટે 350 રનોનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. 

ભારતનો સ્કૉર 300 રનને પાર

46.3 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 300 રને પહોંચી ગયો છે, અત્યારે ભારતીય ટીમ 7 વિકેટો ગુમાવીને 300 રનને પાર પહોંચી ગઇ છે, ક્રિઝ પર ઓપનર યુવા બેટ્સમેન શુભમન ગીલ 169 રન અને કુલદીપ યાદવ શૂન્ય રન બનાવીને રમી રહ્યા છે.

ભારતનો સ્કૉર 200 રનને પાર

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 200 રનને પાર થઇ ચૂક્યો છે, 33 ઓવરના અંતે ટીમનો સ્કૉર 4 વિકેટના નુકશાને 203 રન પર પહોંચ્યો છે. અત્યારે શુભમન ગીલ 93 બૉલમાં 110 રન બનાવીને રમી રહ્યો છે, જ્યારે સામે ઉપ કેપ્ટન હાર્દિક પંડ્યા  7 રન (17) રન બનાવીને ક્રિઝ પર છે.

શુભમન ગીલની સદી

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર શુભમન ગીલે ફરી એકવાર વનડે સદી ફટકારી છે, શુભમન ગીલે 87 બૉલમાં 100 રનની ઇનિંગ રમી છે, આ ઇનિંગમાં ગીલે 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.

ઇશાન કિશન આઉટ

ઇશાન કિશન આઉટ થઇને પેવેલિયન ભેગો થયો છે, ઇશાને 14 બૉલમાં 5 રનની ટુંકી ઇનિંગ રમી હતી, કીવી બૉલર લૉકી ફર્ગ્યૂસને ઇશાન કિશનને ટૉમ લાથમના હાથમાં ઝીલાવી દીધો હતો.

ભારતના 100 રન પુરા

ટીમ ઇન્ડિયાના 100 રન પુરા થઇ ચૂક્યા છે. ભારતીય ટીમનો સ્કૉર 19 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને 105 રન પર પહોંચ્યો છે.

શુભમન ગીલની શાનદાર ફિફ્ટી

યુવા સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલની ફરી એકવાર શાનદાર ફિફ્ટી જોવા મળી છે. ગીલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં શાનદાર 52 બૉલમાં 52 રન બનાવીને પોતાની ફિફ્ટી પુરી કરી છે, ગીલે આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને એ 1 છગ્ગો ફટકાર્યો છે. 

ભારતને બીજો ઝટકો, વિરાટ આઉટ

ભારતીય ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે, કેપ્ટન રોહિત શર્મા બાદ વિરાટ કોહલી આઉટ થઇને પેવેલિયન ભેગો થયો છે, વિરાટ કોહલીએ 1 ચોગ્ગા સાથે 10 બૉલમાં 8 રન બનાવ્યા હતા, 18 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 2 વિકેટના નુકશાને 96 રન પર પહોંય્યો છે. શુભમન ગીલ 45 અને ઇશાન કિશન 4 રન બનાવીને ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયાએ ગુમાવી પ્રથમ વિકેટ

ભારતીય ટીમને પહેલો ફટકો 60 રનના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 38 બોલમાં 34 રન બનાવીને કેચ આઉટ થયો હતો. ફાસ્ટ બોલર બ્લેયર ટિકનરે રોહિતને આઉટ કર્યો હતો. હવે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરવા માટે આવ્યો હતો. 

ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને મળ્યું સ્થાન

ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે માટે ભારતીય પ્લેઈંગ-11માં સાથે રાખવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામે છેલ્લી વનડે પણ રમી હતી. તે મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડ વિલિયમસનની ખોટ પડશે

મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને ઉમરાન મલિક પણ પ્લેઇંગ-11માં સામેલ થવાની આશા છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમમાં કેન વિલિયમસન અને ટિમ સાઉથી જેવા સ્ટાર્સ નથી, પરંતુ તેમ છતાં ભારત ન્યૂઝીલેન્ડને હળવાશથી લઈ શકતું નથી. કાર્યકારી કેપ્ટન ટોમ લાથમે ગત વખતે ભારત સામેની વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમ પણ ઉત્સાહ સાથે આવી છે.

બ્રેકગ્રાઉન્ડ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે (બુધવાર) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડને પણ હરાવવાનું લક્ષ્ય રાખશે. બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.


ઈશાન મિડલ ઓર્ડરમાં રમશે


પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. શ્રીલંકા સીરિઝમાં એક પણ વન-ડે ન રમનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી છે કે ઇશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. કેએલ રાહુલ આ સીરિઝમાં રમશે નહીતેથી ઈશાન કિશનને વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળવી પડશે. ઈશાન અત્યાર સુધીમાં દસમાંથી ત્રણ વનડેમાં મિડલ ઓર્ડરમાં ઉતર્યો છે, તેથી તેને આ ઓર્ડર પર બેટિંગ કરવાનો અનુભવ પણ છે.


આ મેચમાં શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. શુભમન ગિલે ત્રણ મેચમાં 70, 21 અને 116 રન બનાવ્યા હતા. ટીમમાં સામેલ બીજા વિકેટકીપર કેએસ ભરતની પસંદગી થવાની શક્યતા ઓછી છે કારણ કે કેએલ રાહુલની ગેરહાજરીમાં તેને કવર તરીકે રાખવામાં આવ્યો છે. આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડકપને જોતા દરેક મેચ મહત્વપૂર્ણ છે અને ભારત શ્રીલંકા સામે ગતિ જાળવી રાખવા માંગશે.


સૂર્યકુમાર યાદવ પર પણ નજર રહેશે


શ્રીલંકા સામે ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ગિલ અને વિરાટ કોહલી સિવાય રોહિતે પણ 83 અને 42 રનની ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે સદી ફટકારી શક્યો નહોતો. શ્રેયસ ઐય્યરના બહાર થયા બાદ હવે પ્લેઈંગ-11માં સૂર્યકુમાર યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. સૂર્યા અને હાર્દિક પંડ્યાની હાજરી ભારતીય મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.


કેએલ રાહુલ ઉપરાંત અક્ષર પટેલને પણ આ શ્રેણી માટે બ્રેક આપવામાં આવ્યો છે, જેની જગ્યાએ શાહબાઝ અહેમદને જગ્યા મળી છે. અત્યાર સુધી ભારતે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવમાંથી એકને પસંદ કર્યો છે, જેમણે શ્રીલંકા સામે પણ પ્રભાવ પાડ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.