Chahal on MS Dhoni: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ બાદ હવે ટી20 સીરીઝની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે, બન્ને ટીમો આવતીકાલે રાંચીના મેદાનમાં જીતના પ્રયાસ સાથે ઉતરશે, જોકે, આ પહેલા ઝારખંડના રાંચી ક્રિકેટ સ્ટેડિયમમાં એકસમયે ભારતીય ટીમ માટે ખુશીની લહેર છવાઇ ગઇ હતી. કેમ કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળવા માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અચાનક ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો. ધોનીની અચાનકની મુલાકાતથી તમામ ખેલાડીઓ ખુશ થઇ ગયા હતા. આ મુલાકાત બાદ સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલે ધોની માટે એક ખાસ અને ભાવુક પૉસ્ટ કરી હતી, જે ખુબ વાયરલ થઇ રહી છે. જાણો શું લખ્યું હતુ ચહલે..... 


ભારતીય ટીમના સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેને એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં ચહલની બાજુમાં તેના ખભે હાથ દઇને ધોની ઉભો રહેલો છે, ચહલે ા તસવીરને યાદ કરતાં ધોનીને આજીવન ભાગીદારી નિભાવવાની વાત કહી હતી. 


ચહલે તસવીરોના કેપ્શનમાં લખ્યું - સારી ભાગીદારી આજીવન રહે છે, શીખવાનું ક્યારેય બંધ નથી થતુ જ્યારે મારી પાસે ઉભા રહેલો માણસ જેમ કે નેતાની આસપાસ હોય છે. કાલે માહી ભાઇની સાથે સારો સમય વિત્યો... ચહલની આ ટ્વીટમાં દિલ અને તિરંગાની ઇમૉજી બનેલી છે. આ ખુબ વાયરલ થઇ રહી છે. 






રાંચીમાં અચાનક ધોની કયા યુવા ખેલાડીને મળવા ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો, ને શું કહ્યું, જુઓ વીડિયો


બીસીસીઆઇએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેખાઇ રહ્યો છે, ધોની ટીમ ઇન્ડિયાને ડ્રેસિંગ રૂમમાં મુલાકાત કરી રહ્યો છે. આ વીડિયો શેર કરતાં બીસીસીઆઇએ કેપ્શનમાં લખ્યુ છે - ધ ગ્રેડ, જુઓ, આજે રાંચીમાં ટ્રેનિંગ સમયે કોણ મળવા આવ્યુ છે..... 


ખરેખરમાં, વીડિયોમાં જોઇ શકાય છે કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર્દિક પંડ્યાની આગેવાની વાળી યુવા ટીમની મુલાકાત ટ્રેનિંગ દરમિયાન કરી હતી, આ દરમિયાન ધોનીએ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમના તમામ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી, જોકે, ખાસ વાત છે કે ધોની આ પછી ખુદ ચાલીને ઇજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડ પાસે પહોંચ્યો હતો, અને ગાયકવાડના હાલચાલ પુછ્યા હતા. 


યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ટી20 સીરીઝમાંથી બહાર- 
હાલમાં રિપોર્ટ છે કે, ટીમ ઇન્ડિયાના તોફાની બેટ્સમેને ઋતુરાજ ગાયકવાડ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. ઋતુરાજ ગાયકવાડને ઇજા પહોંચી છે. ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયામાં યુવા તોફાની બેટ્સમેન પૃથ્વી શૉને મોકો મળી  શકે છે. કેમ કે પૃથ્વી શૉને આના ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યો છે, અને પૃથ્વી શૉએ હાલમાં જ રમાયેલી રણજી ટ્રૉફીમાં કમાલનું પ્રદર્શન કર્યુ છે. 


ખાસ વાત છે કે, હાલમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડી ટી20માં સ્થિર નથી, કેમ કે રેગ્યૂલર ઓપનર રોહિત શર્માને ટી20માં બીસીસીઆઇએ બાકાત કરી દીધો છે, અત્યારે ટી20માં શુભમન ગીલ અને ઇશાન કિશન ઓપનિંગ જોડી માટે ફેવરેટ છે, પરંતુ આ સિવાય પણ પૃથ્વી શૉ ઓપ્શન બની શકે છે. 


ટી20 સીરીઝ શિડ્યૂલ - 
- પ્રથમ ટી20, JSCA આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાંચી, ઝારખંડ 
- બીજી ટી20, ઇકાના સ્પૉર્ટ્સ સીટી સ્ટેડિયમ, લખનઉ, ઉત્તરપ્રદેશ 
- ત્રીજી ટી20, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત