IND Vs NZ, 1st T20: વનડે સીરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને ટી20 સીરીઝમાં પણ ક્લિન સ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, આવતીકાલથી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, અને તેની પ્રથમ મેચ રાંચી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા ફરી એકવાર હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટી20 સીરીઝ જીતવાનો પ્રયાસ કરશે, આ પહેલા જાણી લો ટી20માં બન્ને ટીમોનો શું છે હેડ ટૂ હેડ રેકોર્ડ્સ......
ભારત-ન્યૂઝીલેન્ડ, હેડ ટૂ હેડ રેકોર્ડ્સ -
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી કુલ 22 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે, કુલ 22 મેચમાં ભારતીય ટીમને 12માં જીત મળી છે, તો 9 મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમે બાજી મારી છે. એક મેચ ટાઇ રહી છે. પોતાના ઘમાં રમાયેલી મેચોમાં ભારતીય ટીમે 5 વાર અને ન્યૂઝીલેન્ડ ટીમે 4 વાર જીત હાંસલ કરી છે. વળી, ઘરની બહાર ભારતે 7 વાર જીત મેળવી છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 3 મેચમાં જીત હાંસલ કરી છે.
ટી20 સીરીઝ માટે બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.
ન્યૂઝીલેન્ડ ટીમની ફૂલ સ્ક્વૉડ -
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રાસવેલ, ડેન ક્લીવર, ડેવૉન ડૉન્વે, શેન ડફી, લૂકી ફર્ગ્યૂસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપ્લી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર.