IND VS NZ, 1st T20: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 રદ્દ, વેલિંગ્ટનમાં વરસાદે મજા બગાડી

IND VS NZ, 1st T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, પ્રથમ મેચ આજે વેલિંગટનમાં રમાઇ રહી છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Nov 2022 02:27 PM
વરસાદના કારણે એમ્પાયરે મેચ રદ્દ કરી

વેલિંગટનમાં ભારે વરસાદ પડવાના કારણે સવારથી વાતાવરણ બગડેલુ હતુ, મેચના સમયે પણ વરસાદ બંધ ના થતા એમ્પાયરોએ, અને કેપ્ટનોએ એકબીજાના સહમતીથી મેચ રદ્દ જાહેર કરી હતી, વરસાદના કારણે મેચમાં ટૉસ પણ ન હતો થઇ શક્યો. હવે બીજી ટી20 20 નવેમ્બરે રમાશે.

વેલિંગટનમાં વરસાદ શરૂ

વેલિંગટનમાં વરસીદ શરૂ થઇ ગયો છે, હાલમાં ગ્રાઉન્ડ પર કવર આવી ગયા છે, અને પીચને કવર કરી દેવામાં આવી છે, જ્યાં સુધી આગળની નૉટિસ ના મળે ત્યાં સુધી મેચને અટકાવવામાં આવી છે.





વરસાદમાં ધોવાઇ શકે છે મેચ -

વરસાની આ સંભાવના ભારતીય ટીમ અને ફેન્સ માટે ખુબ ખરાબ દેખાઇ રહી છે, વરસાદના કારણે આ મેચ ધોવાઇ શકે છે, ભારે વરસાદની સામે મેચ રદ્દ થવા સિવાય કોઇ ઓપ્શન નહીં બચી શકે. જોકે હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ આ ટી20 સીરીઝને લઇને ખુબ ઉત્સાહિત છે.

કેવી રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ? 

હવામાન રિપોર્ટનું માનીએ તો, 18 નવેમ્બરે વેલિંગટનમાં છત્રી લઇને નીકળવી પડી શકે છે, મતલબ કે અહીં વરસાદની પુરેપુરી સંભાવના છે. શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ 22 ટાક વરસાદની અહીં સંભાવના છે, અને આ રાત્રે 10 વાગ્યા સુધી આ સંભાવના વધીને 76 ટકા થઇ જશે. 12 વાગ્યા બાદ વરસાદની વધુ સંભાવના છે. વળી, 10-15 કિલોમીટરની સ્પીડથી પવન પણ ફૂંકાશે, અને તાપમાન લગભગ 20 ડિગ્રી રહેશે. 

કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ 

આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.

ભારતમાં ટીવી પર પણ થશે લાઇવ ટેલિકાસ્ટ -

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો. 

કૉચ લક્ષ્મણની ટીમ ઇન્ડિયાને સલાહ

ભારતીય કૉચે ANI ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, મારા હિસાબે ટી20 ક્રિકેટમાં ખુબ સ્વતંત્રતા અને વિચારોની સ્પષ્ટતાની સાથે રમવાની જરૂર છે. મારા આ ખેલાડીઓની સાથે જે પણ સમય વ્યતિત કર્યો છે અને તેમને શાનદાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તરીકે વિકસીત થતા જોયા છે, મને લાગે છે કે આ તેમની તાકાત છે. લક્ષ્મણે કહ્યું કે સ્થિતિ અને પરિસ્થિતિ પર ધ્યાન આપીને રમવુ પડશે, તો જ જીત મળી શકશે. દરેકે રમવુ પડશે અને ટીમની જરૂરિયાતોને પુરી કરવી પડશે, મને લાગે છે કે લચીલાપન જરૂરી છે, પરંતુ ટી20 ક્રિકેટમાં તમારે ખુદને સાબિત કરવા પડે છે અને ત્યારે જ તમે સફળ થઇ શકો છો.

ન્યૂઝીલેન્ડની T20 ટીમ

ન્યૂઝીલેન્ડની T20 ટીમ: - કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર. 

ભારતની T20I ટીમઃ

ભારતીય ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

ટી20 અને વનડે સીરીઝનો કાર્યક્રમ

ભારત અને ન્યૂઝીલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે. 

ભારત-ન્યૂઝીલેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે. 

ન્યૂઝીલેન્ડ સામે આ ત્રણ ખેલાડીઓને કરાશે બહાર ?

હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની ટી20માંથી ફરી એકવાર ફાસ્ટ બૉલર હર્ષલ પટેલ, ઓપનર બેટ્સમેન ઇશાન કિશન અને સ્પીનર યુજવેન્દ્ર ચહલને બહાર રાખી શકે છે. ખાસ વાત છે રોહિત શર્માએ પણ આ ત્રણેયને વર્લ્ડકપમાં સાથે હોવા છતાં રમવાનો મોકો ન હતો આપ્યો હવે હાર્દિક પણ આ જ કરી શકે છે. 

મેચ પહેલા ભારતીય ખેલાડીઓ કરી પ્રેક્ટિસ

ભુવનેશ્વર કુમારને મોટી તક

જો ભુવનેશ્વર કુમાર આ શ્રેણીમાં 4 વિકેટ લે છે તો તે 2022ના કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેનાર બોલર બની જશે. હાલમાં આ રેકોર્ડ આયરિશ બોલર જોશુઆ લિટલના નામે છે. તેણે અત્યાર સુધી 2022ની 26 મેચમાં 39 વિકેટ ઝડપી છે. જ્યારે ભુવનેશ્વર કુમારે 30 મેચમાં 36 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમારે 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવા માટે આ સિરીઝમાં 4 વિકેટ લેવી પડશે.


ઇસ સોઢીનું ભારત સામે શાનદાર પ્રદર્શન

ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત વિરુદ્ધ ઇશ સોઢીનુ પ્રદર્શન સતત સારુ થઇ રહ્યું છે. તેને ભારત વિરુદ્ધ 15 મેચોમાં 19.25 ની શાનદાર એવરેજથી 20 વિકેટો ઝડપી ચૂક્યો છે. આ ફોર્મેટમાં તે ભારત વિરુદ્ધ સૌથી વધુ વિકેટો લેનારો કીવી બૉલર પણ છે. તેની ઇકોનૉમી પણ માત્ર 7.26ની રહી છે. ભારત વિરુદ્ધ 18 રન આપીને ત્રણ વિકેટ લેવાનું તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ઇશ સોઢી આઇપીએલમાં પણ રમી રહ્યો છે, અને તેને કેટલાય ભારતીય બેટ્સમેનોની કમજોરી પારખી લીધી છે. 


2020માં ભલે જ કીવી ટીમને 5-0 થી ક્લિન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઇશ સોઢીનું પ્રદર્શન ઠીક રહ્યું હતુ, તેને પાંચ મેચોમાં 24.33 ની એવરેજથી છ વિકેટ ઝડપી હતી. 26 રન આપીને તેને ત્રણ વિકેટો લેવાનુ તેનું સર્વશ્રેષ્ઠ રહ્યું હતુ. ભારત પ્રવાસ પર ગયા વર્ષે જ્યારે બન્ને ટીમોની વચ્ચે છેલ્લી ટી20 સીરીઝ રમાઇ હતી, તો ઇશ સોઢીએ માત્ર એક જ વિકેટ ઝડપી હતી. 

ભારતે રહેવુ પડશે સાવધાન

India in T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ટી20 મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે, આજે પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાઇ રહી છે, બન્ને ટીમો ટી20માં ફોર્મેટમાં દમદાર છે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં પણ બન્ને ટીમો ટૉપ પર રહી હતી અને સેમિ ફાઇનલમાં હારીને બહાર નીકળી ગઇ હતી, આ દરમિયાન કીવી ટીમના સ્પીનર ઇશ સોઢીએ સારુ પ્રદર્શન કર્યુ હતુ, ભારતીય ટીમે પણ તેમની જમીન પર ઇશ સોઢી સામે સાવધ રહેવુ જરૂરી છે.

ભારત અને ન્યઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ

ભારત અને ન્યઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ

બ્રેકગ્રાઉન્ડ

IND VS NZ, 1st T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, પ્રથમ મેચ આજે વેલિંગટનમાં રમાઇ રહી છે, કીવી કેપ્ટન તરીકે વિલિયમસન છે તો ભારતીય ટીમની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.