India vs New Zealand Washington Sundar Catch: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ મેચ માટે ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ માટે વોશિંગ્ટન સુંદરે ખતરનાક કેચ લઈને બધાને ચોંકાવી દીધા હતા.  વોશિંગ્ટન સુંદરના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. સુંદરે પાવરપ્લેમાં પણ બે વિકેટ ઝડપી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાની મેચમાં વાપસી આસાન થઈ ગઈ હતી.


વાસ્તવમાં ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આ દરમિયાન ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા આવ્યા હતા. એલન 35 રન બનાવીને વોશિંગ્ટન સુંદરના હાથે આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ માર્ક ચેમ્પમેન મેદાન પર પહોંચી ગયો હતો. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં અને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. સુંદરે તેને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર શિકાર બનાવ્યો હતો. ચેમ્પમેને શોટ માર્યો, પરંતુ બોલ સુંદરની પહોંચમાં જ હતો. પરંતુ આ કેચ ઘણો મુશ્કેલ હતો. સુંદરે હવામાં કૂદીને કેચ પકડ્યો હતો. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 


બીસીસીઆઈએ સુંદરના કેચનો વીડિયો ટ્વિટર પર  ટ્વીટ કર્યો છે. ક્રિકેટના ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્વિટર પર ખૂબ જ ઓછા સમયમાં 3 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. તે જ સમયે, ઘણા ચાહકોએ તેમની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે. સુંદરના આ વીડિયો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. 






ઉલ્લેખનીય છે કે, સુંદરે રાંચી T20માં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. સુંદરના આ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડની તોફાની ઈનિંગ્સ પર રોક લગાવી દીધી.   


ભારત પ્લેઈંગ ઈલેવન


ભારત પ્લેઈંગ ઈલેવન: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.


ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11


ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11  - ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેયર ટિકનર