India Playing 11 Vs New Zealand 1st Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબર બુધવારથી રમાશે. બંને ટીમો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે. અહીં જાણો આ ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
શુભમન ગિલ બહાર રહેશે? શું સરફરાઝ વાપસી કરશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર શુભમન ગિલ બીમાર છે. આવી સ્થિતિમાં તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ જશે. હવે સવાલ એ છે કે શું ગિલના સ્થાને સરફરાઝ ખાન પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરશે. જો કે, સરફરાઝ નંબર પાંચ પર રમશે કે ત્રીજા નંબર પર એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રથમ ટેસ્ટ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળશે. જો શુભમન ગિલ નહીં રમે તો વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમતા જોવા મળી શકે છે.
આ પછી કેએલ રાહુલ ચોથા નંબર પર રમવાની આશા છે. સરફરાઝ ખાનને પાંચમા નંબર પર તક મળી શકે છે. સરફરાઝે પાંચમા નંબર પર સારી બેટિંગ કરી છે. જોકે, તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ચોથા નંબર પર પણ રમી ચૂક્યો છે. ત્યારબાદ વિકેટકીપર રિષભ પંત છઠ્ઠા નંબર પર રમશે તે નિશ્ચિત છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડી સ્પિન વિભાગ સંભાળશે. વરસાદ અને હવામાનને ધ્યાનમાં રાખીને કેપ્ટન રોહિત શર્મા ત્રણ ફાસ્ટ બોલરોને અંતિમ ઈલેવનમાં સામેલ કરી શકે છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપની ત્રિપુટી ફરી એકવાર એક્શનમાં જોવા મળી શકે છે.
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન/શુબમન ગિલ, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
આ પણ વાંચો : IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન