IND vs NZ 1st Test Day 1 Stumps: પ્રથમ દિવસની રમત પૂર્ણ, જાડેજા-અય્યર રમતમાં

IND vs NZ 1st Test Day 1: રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. કોહલી બીજી ટેસ્ટથી ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ભારતના બેટ્સમેનોની ન્યૂઝીલેન્ડના બોલર સામે કસોટી થશે.

gujarati.abplive.com Last Updated: 25 Nov 2021 04:44 PM
ભારત 250 રનને પાર

ડેબ્યૂ મેન અય્યર બાદ જાડેજાએ પણ ફિફ્ટી ફટકારી છે. 83 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 252 રન છે, જાડેજા 50 અને અય્યર 70 રને રમતમાં છે.

ભારત 200 રનને પાર

ટીમ ઈન્ડિયામાં ટેસ્ટ ડેબ્યૂ કરનારા શ્રેયસ અય્યરે ફિફ્ટી ફટકારી છે. ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 202 રન છે. શ્રેયસ 50 અને જાડેજા 20 રને રમતમાં છે.





બીજું સત્ર ન્યૂઝીલેન્ડના નામે

પ્રથમ દિવસે ટી બ્રેક સમયે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 154 રન છે. બીજા સત્રમાં ભારતે 72 રન બનાવી ગિલ (52 રન), પૂજારા (26 રન) અને રહાણે (35 રન)ની વિકેટ ગુમાવી હતી. બીજું સત્ર ન્યૂઝીલેન્ડના નામે રહ્યું હતું.





રહાણે આઉટ

49.2 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 145 રન છે. અંજિક્ય રહાણે જેમિસનની ઓવરમાં 35 રન બનાવી આઉટ થયો હતો. જેમિસને ત્રીજી વિકેટ લીધી હતી. અય્યર 14 રને રમતમાં છે.

120 રનને પાર

44 ઓવરના અંતે ભારતનો સ્કરો 122 રન પર 3 વિકેટ છે. કેપ્ટન રહાણે 19 અને ડેબ્યૂ મેન અય્યર 7 રને રમતમાં છે. પૂજારા 26 રન બનાવી સાઉથીનો શિકાર બન્યો હતો.





લંચ બાદ તરત જ ફટકો

લંચ બ્રેક બાદ તરત જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. શુભમન ગિલ 52 રને જ જેમિસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. જેમિસનને બીજી સફળતા મળી હતી. ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 82 રન છે. પૂજારા અને રહાણે રમતમાં છે.

લંચ બ્રેક

પ્રથમ દિવસે લંચ બ્રેક સમયે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 82 રન છે. શુભમન ગિલ 52 અને પુજારા 15 રને રમતમાં છે. ગિલને 0 રને એમ્પાયરે એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો, પરંતુ તેણે ડીઆરએસ લીધો હતો અને નોટઆઉટ જાહેર થયો હતો. મયંક અગ્રવાલ 13 રન બનાવી જેમિસનની ઓવરમાં આઉટ થયો હતો.





ભારત 50 રનને પાર

17 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 53 રન છે. શુભમન ગિલ 33 રને અને ચેતેશ્વર પુજારા 5 રને રમતમાં છે.





ડ્રિંક બ્રેક

પ્રથમ દિવસે પ્રથમ સત્રના ડ્રિંક બ્રેક વખતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 36 રન છે.  શુભમન ગિલ 16 અને પૂજારા 5 રને રમતમાં છે.

ભારતને પ્રથમ ફટકો

9 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 21 રન છે. મયંક અગ્રવાલ 13 રન બનાવી જેમિસનની ઓવરમાં આઉટ થયો હતો. શુભમન ગિલ 8 અને પુજારા શૂન્ય રને રમતમાં છે.

ભારતીય ઓપનર્સ મેદાનમાં

4 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 8 રન છે. મયંક અગ્રવાલ 5 અને શુભમન ગિલ 2 રને રમતમાં છે. ત્રીજી ઓવરમાં સાઉથીની બોલિંગમાં ગિલે રિવ્યૂ લઈને પોતાની વિકેટ બચાવી હતી.

કાનપુરમાં ટેસ્ટ મેચ જોવા આવેલા ફેન્સ

ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે

ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચીન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે

ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત

ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ





ભારત ટોસ જીતી બેટિંગ લીધી

ભારતના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતી બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે.

ગ્રીન પાર્કની પીચ કેવી હશે

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમના સ્થાનિક ક્યુરેટર શિવ કુમારનું કહેવું છે કે આ મેદાનની પીચ પર ઘાસ નથી પરંતુ તે તૂટવાની (વધુ તિરાડો) થવાની શક્યતા ઘણી ઓછી છે. શિવ કુમારે કહ્યું કે નવેમ્બર મહિનો છે અને આ સમયે વિશ્વના આ ભાગમાં પિચમાં થોડો ભેજ હશે. હું તમને ખાતરી આપી શકું છું કે આ પિચ જલ્દી તૂટશે નહીં.

કઈ ચેનલ પરથી થશે લાઈવ ટેલિકાસ્ટ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે.  જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ Disney+Hotstar પર જોઈ શકાશે.

કેટલા વાગે શરૂ થશે મેચ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે અને 9.00 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરશે તેમ માનવામાં આવે છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ રહી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બ્રેક લીધો છે ત્યારે ભારતની કેપ્ટન્સી રહાણે સંભાળશે અને પૂજારા વાઈસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન અજિંક્ય રહાણે અને પૂજારા પર વિશેષ જવાબદારી રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.